Sandeep Nangal Shot Dead: પંજાબના જાલંધરમાં
આ ઘટના બની તેના થોડા સમય અગાઉ મેચ સમયે વિવાદ થયો હતો. આ સાથે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો તેણે જ એક શૂટરને બોલાવ્યો હતો. ગોળી લાગ્યા બાદ આયોજક સંદીપને તાત્કાલિક એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યા તેનું મોત થયું હતું.
આ સમગ્ર ઘટના અંગે મીડિયા સાથે વાતચીતમાં જાલંધર પોલીસના SSP સતીન્દરસિંહે જણાવ્યું કે, ચાર અજાણ્યા લોકો એક કારમાં આવ્યા હતા અને ચાલુ મેચ દરમ્યાન સંદિપ પર ગોળીઓ વરસાવી હતી. હાલ તપાસ ચાલુ છે અને વધુ માહિતી પોસ્ટમોર્ટમ બાદ મળશે.
ઘટનાનો વીડિયો થયો વાયરલ
અજાણ્યા ચાર શખ્સોએ સંદિપ નંગલ પર 8 થી 10 ગોળીઓ ચલાવી હોવાની શક્યતા છે. ડીવાયએસપીએ આ અંગે જણાવ્યું હતું કે, 10 ગોળીઓના ખાલી શેલ ઘટના સ્થળ પરથી મળ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પરિવાર રહે છે ઈંગ્લેન્ડમાં
40 વર્ષીય કબડ્ડી ખેલાડી સંદિપ નંગલ શાહકોટના નંગલ અંબીયા ગામનો વતની હતો. સંદિપનો પરિવાર ઈંગ્લેન્ડમાં રહે છે અને સંદિપ પંજાબના ગામડાઓમાં અવારનવાર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરાવે છે. આવી જ એક ટૂર્નામેન્ટમાં સંદિપની હત્યા થઈ છે. પોલીસ હાલ હત્યારાઓને પકડવા અને હત્યા શા માટે કરાઈ તેની તપાસ કરી રહી છે.