Crime News: હાલોલના પંડોળ ગામે હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. ગુસ્સામાં યુવક એટલું ભાન ભૂલી ગયો કે તેમણે ન કરવાનું કરી બેઠો. ટ્રેક્ટર ખરીદવા માટે પિતાએ પૈસા ન આપતા પુત્રએ ખેડુત પિતાની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ખેડુત ચંદ્રા પુનાભાઈ ડામોરની સગા પૂત્ર રણજીત ડામોરે જ ગળું દબાવી હત્યા કરી નાખતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


પુત્રએ ટ્રેક્ટર ખરીદવા માટે આઠ લાખ રૂપિયાની માંગણી કરી હતી


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારા પુત્રએ ટ્રેક્ટર ખરીદવા માટે આઠ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, તેમના પિતાએ કોઈ કારણસર પૈસા આપવાની ના પાડતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. જે બાદ આવેશમાં આવીને પોતાના પિતા પર હુમલો કર્યો અને ગળુ દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટનાની જાણ પોલીસને થતા હાલોલ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રના આ કૃત્ય પર લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.


:મોરબીના રાણીબા એક્સપોર્ટ પેઢીમાં કામ કરતો અનુસૂચિત જાતિના યુવકે પોતાનો 15 દિવસ બાકી રહેલો પગાર માંગતા તેમને પેઢીના સંચાલકો દ્વારા માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. પીડિત યુવકે આક્ષેપ કર્યો છે કે, બાકીના પગારની માંગણી કરતા તેમને છત પર લઇ જઇને પટ્ટા વડે માર માર્યો હતો. પીડિત યુવકનો આરોપ છે કે. તેમને માર મારી પગરખા મોઢામાં લેવા મજબૂર કર્યા હતો.                     


આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. અનુસૂચિત જાતિના લોકોમાં ઘટનાને લઇને આક્રોશ છે. આ ઘટનાને લઇને રાણીબા એક્સપોર્ટ પેઢીની સંચાલિકા સહિત છ સામે FIR નોંધાઇ છે. સંચાલિકાએ કાવતરું રચીને બોલાવી માર માર્યાનો પીડિત યુવકે આરોપ લગાવ્યો છે. ઘટનાને લઇને અનુસૂચિત સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે. કંપનીની સંચાલિકા સહિતના શખ્સો સામે કાર્યવાહીની ઉગ્ર માંગણી કરવામાં આવી  રહી છે. સમગ્ર ઘટનાના પગલે  અનુસૂચિત જાતિના  કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. હાલ વિભૂતી પટેલ સહિતના પેઢીના સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.  


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial