Sonali Phogat Death Case: બીજેપી નેતા સોનાલી ફોગાટના ડ્રિંકમાં તેના બે સાથીદારોએ પાર્ટી દરમિયાન નશીલો પદાર્થ ભેળવ્યો હતો. કદાચ આ કારણે ફોગાટનું મૃત્યુ થયું. આ બંને સોનાલી ફોગાટ હત્યા કેસમાં આરોપી છે. ગોવા પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સોનાલી ફોગાટને આપવા માટે 1.5 ગ્રામ MDMA ડ્રગ્સ એક પ્રવાહીમાં ભેળવીને પાર્ટી માટે તૈયાર કરવામાં આવ્યું હતું.


સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનની ધરપકડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જણાવ્યું છે કે પાર્ટી દરમિયાન સોનાલી ફોગટને તે જ બોટલમાંથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે વિસેરા FSLમાં મોકલી આપ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે. ગોવા પોલીસે સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં સુખવિંદર સિંહ અને તેના અંગત સહાયક સુધીર સાંગવાનની ધરપકડ કરી છે.


ક્લબની બહારથી ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું 
સૂત્રોએ જણાવ્યું કે સુધીરે ક્લબની બહાર ડ્રગ્સ પેડલર પાસેથી MDMA ખરીદ્યું હતું. આ માટે અગાઉ ઓર્ડર આપવામાં આવ્યો હતો. પાર્ટીના થોડા સમય પહેલા ડ્રગ પેડલર ક્લબની બહાર આવ્યો હતો અને તેણે સુધીરને આ ડ્રગ્સ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંગવાને જણાવ્યું છે કે બે ડ્રગ પેડલર બાઇક પર આવ્યા હતા અને કર્લિસની બહાર તેને ડ્રગ્સ આપ્યું હતું. પોલીસ તેના નિવેદનની ખરાઈ કરવા માટે કથિત ડ્રગ સપ્લાયરની શોધમાં છે.


સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું કે સોનાલી ફોગાટને કોઈ અપ્રિય પદાર્થ આપવામાં આવ્યો હતો કારણ કે તે પહેલાના ફૂટેજમાં સામાન્ય રીતે ડાન્સ કરતી જોઈ શકાતી હતી. તમને જણાવી દઈએ કે હરિયાણાના હિસાર જિલ્લાની બીજેપી નેતા સોનાલી ફોગાટ 22 ઓગસ્ટના રોજ સાંગવાન અને સિંહ સાથે ગોવા ગઈ હતી અને અહીંની એક હોટલમાં રોકાઈ હતી.


પરિવારે વ્યક્ત કરી હતી હત્યાની આશંકા 
23 ઓગસ્ટની સવારે ખરાબ તબિયતના કારણે સોનાલી ફોગટને  હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. ત્યારે તબીબોએ હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. સોનાલી ફોગટના પરિવારજનોને શરૂઆતથી જ તેની હત્યાનો ડર હતો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી.