Sonam Raghuvanshi Viral Video: મેઘાલયના શિલોંગમાં હનીમૂન દરમિયાન રાજા રઘુવંશીના હત્યા કેસમાં, તેમની પત્ની સોનમ રઘુવંશીને આજે (9 જૂન) ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાંથી મળી આવી છે. આ દંપતી ઇન્દોરનું હતું, જે લગ્નના 9 દિવસ પછી હનીમૂન માટે મેઘાલય ગયું હતું. હવે, રાજાનો મૃતદેહ મળ્યાના સાત દિવસ પછી, સોનમે મોડી રાત્રે ગાઝીપુરથી તેના પરિવારને ફોન કર્યો.
પરિવારને ફોન આવતાની સાથે જ શિલોંગ પોલીસ એક્શનમાં આવી ગઈ અને યુપી પોલીસનો સંપર્ક કર્યો. આ પછી, ગાઝીપુર પોલીસે તેણીને એક ઢાબામાંથી શોધી કાઢી.
સોનમ રઘુવંશીનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
આ દરમિયાન, સોનમ રઘુવંશીનો એક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સોનમ તેના પતિ રાજા સાથે સ્કૂટી બુક કરાવવા ગઈ છે. જ્યારે રાજા સ્કૂટી પર બેસે છે અને તેની પત્ની સોમનને તેનું હેલ્મેટ પકડવા માટે બોલાવે છે, ત્યારે સોનમ પાછળ જઈને મોબાઇલ ફોન પર કંઈક ઝડપથી ટાઇપ કરતી જોવા મળે છે.
વિડીયો જોયા પછી, શંકા વધુ ઘેરી બની રહી છે કે તે કોઈને ગુપ્ત સંદેશ મોકલી રહી હતી. સોશિયલ મીડિયા પર, તેને હત્યા સાથે જોડવામાં આવી શકે છે.
ભાગેડુ સોનમ 17 દિવસ પછી મળી
આ કેસ અત્યાર સુધી રહસ્યમય રહ્યો છે.લગભગ 17 દિવસ પહેલા શિલોંગમાં રાજા રઘુવંશીના મૃત્યુના સમાચાર આવ્યા હતા, અને ત્યારથી મધ્યપ્રદેશ અને મેઘાલય પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. હવે આટલા દિવસો પછી, સોનમનું અચાનક ગાઝીપુરમાં દેખાવા અને તેનો પરિવાર સાથે સંપર્ક થવાથી તપાસ એજન્સીઓ સામે ઘણા નવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે., સોનમના પિતાએ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.
નોંધનીય છે કે, શિલોંગથી ગાઝીપુરનું અંતર લગભગ 1162 કિમી છે. આ રૂટ પર કોઈ સીધી ટ્રેન નથી. જો તમે ખાનગી વાહન કે લિફ્ટ દ્વારા સતત મુસાફરી કરો છો, તો પણ ઓછામાં ઓછા 25 કલાક લાગે છે. આવી સ્થિતિમાં, સોનમનું આટલું અંતર કાપવું અને આટલા લાંબા સમય સુધી પોલીસની નજરથી બચવું રહસ્યને વધુ ઘેરૂ બનાવે છે. પોલીસ હવે સોનમની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.