સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને કુકર મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 6 વર્ષના લગ્ન ગાળાનો કરુણ અંજામ આવ્યો છે. 


માથામાં કુકર મારી પતિ જ પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો. પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસને બોલાવાઈ. પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. હત્યાનો ગુન્હો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. 


રાજકોટમાં ખળભળાટ મચાવનારો સ્ટોન કિલર હત્યાના બે કેસમાં નિર્દોષ છૂટી ગયો, જાણો શું છે કારણ ?


 


Rajkot News: રાજકોટ શહેરમાં હાહાકાર મચારનાર સ્ટોન કિલરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેષ રામાવતને કોર્ટ બે કેસમાં નિર્દોષ છોડ્યો છે.  ચકચારી સ્ટોન કિલર કેસમાં સેશન્સ કોર્ટ ચૂકાદો આપ્યો છે. વર્ષ 2016માં એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો હતો અને અંદાજીત 5 વર્ષ જેટલો સમય સુધી  કેસ ચાલ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે. જો કે હજુ બે હત્યા કેસના ચુકાદાઓ બાકી હોવાથી આરોપી હિતેષ રમાવાતને જેલમાં મોકલ્યો છે. વર્ષ 2016માં રાજકોટમાં એક બાદ એક સ્ટોન કિલિંગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટ પોલીસે ખૂબ જ મહેનત કરી હતી.


 


આરોપી હિતેષ ઉપર એક વર્ષમાં ખૂનના ત્રણ ગુના નોંધાયા હતા. 2016માં સ્ટોન કિલરનો કેસ ખૂબ ચગ્યો હતો. રાજકોટમાં ઉપરાછાપરી સ્ટોન કિલિંગની ઘટના આવતાં લોકોમાં તે સમયે ડરનો માહોલ છવાયો હતો. જોકે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.