Surat News:  સુરતના  મગદલ્લામાં બાળક ત્યજી દેવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. 15 વર્ષીય સગીરા માતા બની હતા. જે બાદ સગીરાએ જ નવજાત બાળકને બિલ્ડીંગ નીચે ફેંક્યાનો ખુલાસો થયો  છે. 15 વર્ષીય સગીરાએ પ્રેમ પ્રકરણમાં બાળકને જન્મ આપ્યો હતો. પોલીસ સગીર માતા વિરુદ્ધ ગુનો નોંધી પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.


ઘટનાના સીસીટીવી આવ્યા સામે


સુરતના મગદલ્લા ગામમાં નિષ્ઠુર માતા પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું હતું. મગદલ્લામાં નવજાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું હતું. જે બાદ ઉમરા પોલીસે તપાસ કરતા બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. બાળકને નીચે ફેંકી દેવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેથી પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.



ગુજરાતમાં ઠંડીમાં ઘટાડાની વચ્ચે વરસાદની આગાહી, ખેડૂતો મુકાયા ચિંતામાં


ઠંડીના માહોલ વચ્ચે આજથી અનેક જિલ્લામાં માવઠાની આગાહી. રાજ્યમાં અચાનક જ ઠંડીમાં ઘટાડો થયો છે.  જેના કારણે લોકોને રાહત મળી છે.  જો કે આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે..


આજે નર્મદા, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદ વરસી શકે છે.


તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ. નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.


વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો નવસારીના વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.


દેશનાં અનેક રાજ્યમાં વરસાદની આગાહી


ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન 'માંડૂસ'ના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ઠંડી સતત વધી રહી છે. પહાડી રાજ્યોથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ઠંડી વધી છે. સવારે અને સાંજે ધુમ્મસના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.


ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિકમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં ઠંડી વધી શકે છે. તે જ સમયે, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને કેરળમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે. બગડતા હવામાનને જોતા તમામ માછીમારોને પણ એલર્ટ રહેવા અને દરિયા તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.