સુરતઃ શહેરના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. વેસુના એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં સેક્સરેકેટ ચલાવતા સ્પા પર ક્રાઇમ બ્રાંચની ટીમે છાપો મારી ગ્રાહક અને મેનેજરને પકડી પાડ્યા છે. સ્પામાંથી બે વિદેશી યુવતી પણ મળી આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પર આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં કૂટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકને પહેલો તો મસાજની વાત કરી હતી. આ પછી વિદેશી યુવતી બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. આ જ સમયે પોલીસે રેડ કરી સ્પાના મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે (રહે, પ્રાઇમ પોઇન્ટ એપાર્ટમેન્ટ પાંડેસરા) અને કર્મચારી કૈલાશ બદ્રી યાદવ (રહે, જાની નગર સોસાયટી પાસે, પાંડેસરા)ને પકડી પાડ્યા હતા. તેમજ સ્પામાંથી બે વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી. સ્પાના સંચાલક સુનિલ દિપક ખેર (રહે, શ્રીનાથજી સોસાયટી પીપલોદ) નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે પકડાયેલી બંને યુવતીઓ થાઇલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી. આ યુવતી અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી.
સુરતઃ વિદેશી યુવતી બતાવી યુવકને આપવામાં આવી શરીરસુખ માણવાની લાલચ ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 02:05 PM (IST)
ડમી ગ્રાહકને પહેલો તો મસાજની વાત કરી હતી. આ પછી વિદેશી યુવતી બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. આ જ સમયે પોલીસે રેડ કરી બકી,
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -