સુરત: શહેરના ડુમસ ખાતે આવેલા સ્પામાં નકલી PSI બની તોડ કરી ચુકેલા 2 ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસનું ID કાર્ડ બતાવી સ્પા માલિકીને દમ માર્યો હતો અને તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્પા માલિકે મચક આપી નહોતી અને પોલીસ સ્ટેશને જવાની વાત કરતાં નકલી પોલીસ મારામારી પર ઉતરી ગયા હતા. જોકે, સ્પાના કર્મીએ 100 નંબર પર ફોન કરી દેતાં યુવક-યુવતી ભાગી ગયા હતા. જોકે, એક નકલી પોલીસ અને તેનો સાગરીત ઉમરા પોલીસના હાથમાં આવી ગયા હતા. ‘આજ કિતના ધંધા હુઆ, ડાયરી લા’ કહી દમ માર્યો


આ અંગેની વિગતો એવી છે કે, હજુ અઠવાડિયા પહેલા જ ડુમસમાં ગુજરાત પોલીસનું આઈકાર્ડ બતાવી નકલી પોલીસે સ્પાના માલિકને દમ મારીને 30 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. નકલી પોલીસે સ્પા માલિકને ધમકી આપી હતી કે, તેરે ખીલાફ ઉમરા પોલીસ સ્ટેશન મે કમ્પલેઇન હોગી, તું ઉમરા પોલીસ થાને આ જાના’ નકલી પોલીસે સ્પાના માલિકને કહ્યું હતું કે, મેને તેરા નંબર લે લીયા હૈ, મે તુજે ફોન કરૂગા, મેરા નંબર સેવ કર લેના ઔર તુજે કોઈ તકલીફ હો તો મુજે કોલ કર લેના યા કોઈ ઉમરા પોલીસ થાને સે આયે તો મુજે બતાના’. 


દરમિયાન ગત 16મીએ બપોરે ફરી નકલી પોલીસના સ્વાંગમાં આવેલી યુવતીએઉમરા પીએસઆઈની ઓળખ આપી કહ્યું, આજ કીતના ધંધા હુઆ, લા તેરી ડાયરી લા. તેમને માલિકે કહ્યું કે ધંધો થયો નથી એટલે ડાયરી ન બતાવું. ડાયરી બતાવતા નકલી પોલીસે ધમકી આપી કે તું મેરે કો જાનતા હૈ, મે કોન હું. જેથી સ્પાના માલિકે કહ્યું, સબકો ડબ્બે મે લેલે. સાથે સ્ટાફે પણ પોલીસ સ્ટેશને જવાની વાત કરતા નકલી પોલીસે હમ તુજે યહાં જીંદા નહી રહને દેગે, કહી મારામારી પર ઉતરી આવ્યા હતા. 


આમ, મામલો બીચકતા, સ્પાનાકર્મીએ 100 નંબર પર જાણ કરતા ઉમરા પોલીસ દોડી આવતા યુવક- યુવતી ભાગી ગયા હતા. જ્યારે નકલી પોલીસ અને તેનો સાગરિત ઝડપાઈ ગયા હતા. સ્પાના માલિક અમિતે ફરિયાદ આપતા પોલીસે નકલી પીએસઆઇ માયા ભગુ સહીડા ( ઉ.વ. 30,  રહે, પરિમલ સોસા, વરાછા) અને ચિરાગ હિમ્મત સરવૈયા( ઉં.વ. 26 રહે,સપના સોસા,વરાછા)ની ધરપકડ કરી છે. જયારે નાનપુરામાં રહેતી અને  મહિલા પીએસઆઈ હોવાની વાત કરી હતી તે રિધ્ધી નામની યુવતી અને તેની સાથે એક યુવક પણ હતો. આ બન્ને હાલમાં ફરાર છે.