સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં એક જ દિવસમાં બે-બે યુવકોની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પાંડેસરાના વડોદગામમાં યુપી વાસી યુવાનની હત્યા થઈ છે. યુપીવાસી યુવાનની હત્યા કરાયેલી અર્ધનગ્ન લાશ તેના જ રૂમમાંથી મળી આવી છે. મૃતક યુવાન અમરસિંગ ટેમ્પો ચાલક તરીકે કામ કરતો હતો. માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 


અન્ય ઘટનાની વાત કરીએ તો, શહેરમાં ઉત્તરાણની સાંજે પાંડેસરા વિસ્તારમાં ખૂની ખેલાયો હતો. 23 વર્ષીય યુવાનને કેટલા ઈસમો દ્વારા 12 જેટલા ઘા મારતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. મારો છોકરો બે મહિના પહેલા જ સુરત આવ્યો હતો. અમે મૂળ ઉત્તર પ્રદેશના લખનૌના જિલ્લા હરડોઇના ડાભા બિલબગામના છીએ. હાલ આ બાબતે પાંડેસરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


વધુ વિગતો એવી છે કે, વિજય સિનેમા પાસે કાલે સાંજે હુમલાખોરોએ યુવકને જાહેરમાં 20થી વધુ ઘા મારી પતાવી દીધો હતો. 5 મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં મોનુની હત્યા કરવામાં આવી છે. મોનુની હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મોનુની લગ્નની વાત ચાલી રહી હતી.



Porbandar : ઉત્તરાયણની રાત્રે ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ,જાણો સંપૂર્ણ વિગત


પોરબંદરઃ પોરબદરમાં મકરસંક્રાંતિના રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જુથ વચ્ચે થયેલી મારીમારીમાં ફાયરીગ કરવામાં આવ્યું હતું. તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. આ મારામારીમાં એક જૂથના બે યુવાનોની હત્યા થઈ હતી. જ્યારે 2 યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.


પોરબદરમાં મકરસંક્રાંતિની રાત્રે વિરભનુંની ખાભી નજીક બે કાર અથડાઈ હતી, જેમાં એક જૂથના અંદાજે 5 થઈ 7 શખ્સોએ બંદૂકમાંથી અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા વનરાજ કેશવાલા અને તેના મિત્ર પ્રકાશ જૂગીને ગંભીર ઈજા પહોંચી હતી. 


જ્યારે રાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયાં નામના બે યુવાનોની હત્યા થઈ હતી. એક જૂથના 4 પૈકી બેની હત્યા અને બે લોકો ઘાયલ થયા હતા. તેમની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવવામાં અંધાધૂંધ થયેલા ફાયરીંગમાં ગોળી વાગવાથી એક યુવાન નું મોત થયું હતું, જ્યારે ગોળી વાગવાથી બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. એક યુવાનને તિક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 


આ ઘટનાને પગલે પોલીસ તુરત જ દોડી ગઈ હતી. હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી લીધા હતા. અન્યની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવને પગલે એસપી સહિતનો કફાલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હત્યા વાહન અથડાવાથી થઈ છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.