સુરતઃ સુરતમાં પીએસઆઇ યુવતી અનિતા જોશીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. શહેરના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ અનિતા બી જોષીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી મોતને વ્હાલુ કર્યુ હતું.

અનિતા જોશીએ આપઘાત કર્યાં પહેલા લખેલી મનાતી સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે. તેમાં તેમણે લખ્યું છે કે, હવે જીવવું અઘરૂ છે. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. પીએસઆઇ અનિતા જોશી ઈન્વેસ્ટિગેશન ચાર્જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતાં. અનિતા જોશી ફાલસાવાડી ખાતે રહેતાં હતાં.



પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતને પગલે સમગ્ર પોલીસમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સુસાઈડ કરનાર અનિતાબેનની શુક્રવારે મેરેજ એનિવર્સરી હતી અને તેમનો ફોન પર પતિ સાથે ઝઘડો થયો હતો.



મૃતક પીએસઆઇના પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. પતિએ ઘરનો દરવાજો ન ખૂલતાં તાં ક્વાર્ટરમાંથી લાઈન મેનને બોલાવી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.