ચેન્નઈઃ તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક યુવકની હત્યાના આરોપમાં ધોરણ 10ના બે વિદ્યાર્થીનીની પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીનીના કહેવા મુજબ આ વ્યક્તિ તેમને બ્લેકમેલ કરતો હતો. આ ઘટનામાં અન્ય ત્રણ લોકોના નામ પણ સામે આવ્યા છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.


લોકોએ પોલીસને આપી જાણકારી


સ્થાનિક લોકોએ તિરુવલ્લુર પોલીસને ઈચાનગાડુ ગામમાં એક વ્યક્તિના લોહીવાળા દાંત અને વાળ મળ્યા હોવાની સૂચના આપી હતી. જાણકારી મળતાં જ પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નજીકમાંથી પોલીસે 21 વર્ષીય યુવકનું શબ મળ્યું હતું. હત્યા બાદ શબને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું.


કેવી રીતે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી પોલીસ


પ્રેમકુમાર કોલેજમાં ભણતો હતો. પોલીસ જે ચાર લોકોને શોધી રહી છે તેમાંથી એક અશોક છે. તપાસ દરમિયાન પોલીસને મૃતકનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેની મદદથી પોલીસ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી હતી. પૂછપરછ દરમિયાન યુવતીઓએ જણાવ્યું કે પ્રેમકુમાર પાસે તેમની કેટલીક તસવીરો હતી, જેનાથી તે બંનેને બ્લેકમેલ કરી રહ્યો હતો.


વિદ્યાર્થીનીઓએ શું કહ્યું


વિદ્યાર્થીનીઓના કહેવા પ્રમાણે, બ્લેકમેલરે બંનેને પ્રેમની જાળમાં ફસાવી તેમની સાથે અફેર કર્યું હતું. બંને યુવતીઓને આ વાતની જાણ નહોતી. આ પછી જ્યારે તેણે બંનેને તસવીરો પાડીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું તો ખબર પડી કે તે આ બંને સાથે આવું કરતો હતો. પ્રેમે બંને પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી અને ધમકી આપી કે જો માંગ પૂરી નહીં થાય તો તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો પેસ્ટ કરી દેશે. બંને યુવતીઓ તેની માંગ પૂરી કરી શકતી ન હોવાથી તેઓ ખૂબ જ પરેશાન થઈ ગઈ. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા મિત્ર બનેલા અશોકની મદદ માંગી હતી.


બ્લેકમેલરને પૈસા લેવા બોલાવ્યોને ખેલ કરી દીધો ખતમ


અશોકની સલાહ પર  વિદ્યાર્થીનીએ પ્રેમકુમારને ફોન કર્યો અને પૈસા માટે શુક્રવારે શોલાવરમ ટોલ પ્લાઝા પર આવવા કહ્યું. જે બાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીએ અશોકને ફોન જપ્ત કરવા અને પ્રેમકુમાર પાસેથી તસવીરો ડિલીટ કરવા કહ્યું. જે બાદ તેની મિત્રો સાથે મળીને બ્લેકમેલરનું અપહરણ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે અશોક અને તેના મિત્રો પ્રેમકુમારને ઇચાંગડુ ગામમાં લઈ ગયા જ્યાં તેઓએ તેની હત્યા કરી અને બાદમાં લાશને દાટી દીધી. પોલીસ અશોક અને તેના સાગરિતોની શોધમાં છે.