Botad: બોટાદના ભગવાન પરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. અવાવરૂ જગ્યા પરથી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અર્ધ નગ્ન હાલતમાં બાળકીની લાશ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈ બોટાદ જિલ્લા એસ.પી, ડી.વાય.એસપી, સહિત એલસી.બી. એસ.ઓ.જી. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો છે. બાળકીના મૃતદેહને પી.એમ. માટે સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક નજરે બાળકીની હત્યા થયાની આશંકા છે. પોલીસ દ્રારા અલગ અલગ ટીમો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. 


વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના


અમદાવાદ:ગુજરાત પોલીસના ઈતિહાસમાં  સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો  વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગુજરાત પોલીસના ઈતિહાસમાં  સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો  વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.લાખ્ખો રૂપિયાની સામે કરોડો રૂપિયાનુ વ્યાજ વસુલવા છતા ધમકી મળતા પરેશાન રાકેશ શાહે આખરે  ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.


રાકેશ શાહે આ મુદ્દે મીડિયા  સમક્ષ વાત કરતા તેમના  આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કર્યાં બાદ જ્યારે તે હોસ્પિટલાઇઝ્ડ હતા તે સમયે પણ વ્યાજખોરો તેને ધમકી આપતા હતા. રાકશ શાહે આપવિતી જણાવતા કહ્યું કે, વ્યાજખોરો કિડની લિવર વેચીને પણ રૂપિયા વસૂલ કરવા માટે ધમકાવતા હતા. આટલું જ નહી ફરિયાદી રાકેશ શાહે જણાવ્યું કે,
ચેક રિટર્ન કરી ખોટા કેસમા ફસાવવાની પણ ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


રાજકોટના કોઠારિયા રોડ પર સ્કૂલવાનના ડ્રાઇવરની હત્યા


રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં સ્કૂલવાન ચલાવતા યુવકની હત્યા કરી દેવાઇ છે. હુમલાવરો લાકડી  અને છરી લઇને આવ્યા હતા અને ઢોરમાર માર્યા બાદ તેની હિરેન જાદવ નામના શખ્સની હત્યા કરી દેવાઇ


Murder :રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં સ્કૂલવાન ચલાવતા યુવકની હત્યા કરી દેવાઇ છે. હુમલાવરો લાકડી  અને છરી લઇને આવ્યા હતા અને ઢોરમાર માર્યા બાદ તેની હિરેન જાદવ નામના શખ્સની હત્યા કરી દેવાઇ. રાજકોટના કોઠારિયા રોડ પર સોમનાથ સોસાયટી નજીક સ્કૂલ વાન ચલાવતા એક યુવકની હત્યા કરી દેવાઇ છે. મૃતકનું નામ હિરેન નરેન્દ્રભાઇ જાદવ હોવાનું સામે આવ્યું છે. યુવક પર અંદાજીત 7 થી 8 લોકોએ હુમલો કર્યો હતો. હુમલાવરો છરી અને ધોકા લઇને પહોંચ્યા હત્યા અને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે બંને પક્ષે સામેસામી ફરિયાદ કરી છે. હત્યા ક્યા કારણોસર કરી દેવાઇ તે કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.