વલસાડ: વલસાડના પારડીમાં યુવતીના મોતનું રહસ્ય ઘેરાયું. ટ્યુશનથી છૂટી ઘરે જતી કોલેજીયન યુવતીનો મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. અઘટિત ઘટના બાદ હત્યા કરાઈ હોવાની આશંકા છે. જેથી પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ છે. મળતી માહિતી મુજબ પારડીની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી ઉદવાડામાં એક ટ્યૂશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી.  ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતાં કરતા ઘરે પરત ફરી રહી હતી. ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા. જે બાદ ફોન બંધ થઈ ગયો હતો. જેથી યુવતીની બહેને ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર શોધખોળ કરી હતી. 


આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવવારું સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી. જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઇ રહી છે. ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પારડી પીઆઈ જી.આર.ગઢવી,LCB પીઆઇ ઉત્સવ બારોટ, DYSP દવેને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.  યુવતીના શંકાસ્પદ મોતના મામલે તમામ પાસાઓ પર ઝીણવટ ભરી તપાસ શરૂ કરવામાં આવી છે. 


પારડી કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી ઉદવાડા ખાતે ભિલાડવાળા બેંક નજીક ચાલતા ટ્યૂશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી. સાંજે ટ્યુશનથી છૂટી યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતાં ઘરે ફરતી હતી. ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવો અવાજ આવ્યો હતો. 


'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે નોકર રઘુવીર અહિરવારની પોતાના માલિક મહેશ મેહરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહેશની તેના નોકર રઘુવીરની મંગેતર પર ખરાબ નજર હતી અને તે તેના વિશે અભદ્ર શબ્દો બોલતો હતો, જેના કારણે ગુસ્સામાં રઘુવીરે તેના ભાઈ નરેન્દ્ર સાથે મળીને આ હત્યા કરી નાખી હતી.


12 નવેમ્બરે મહેશના ગુમ થયાની ફરિયાદ તેની ભાભીએ ઇટખેડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે પોલીસને જણાવ્યું કે મહેશ છેલ્લે નોકર રઘુવીર સાથે જોવા મળ્યો હતો. પોલીસે રઘુવીરની પૂછપરછ શરૂ કરી પહેલા તો તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો પરંતુ બાદમાં કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો સ્વીકારી લીધો હતો.