અમદાવાદના નારોલ વિસ્તારમાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના નારોલ વિસ્તારમાં યુવતીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
નારોલ પોલીસ સ્ટેશનમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, છોટુ શાહ અને રિંકુ ગોહિલ નામના બે યુવકોએ તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ બે અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી છોટુ શાહ અને રિંકુ ગોહિલની ધરપકડ કરી હતી.
Crime News: ગર્લફ્રેન્ડની ચાકુ મારી હત્યા, પથ્થર કાપવાના મશીનથી મૃતદેહના ટૂકડા કરી ફ્રિજમાં છૂપાવ્યા
હૈદરાબાદમાં દિલ્હીના જાણીતા શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના બની છે. અહીં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તેણે બે પથ્થર કાપવાના મશીન ખરીદ્યા હતા. તેણે ગર્લફ્રેન્ડના મૃતદેહના ટૂકડા કરી માથું કાપી નાખ્યું અને તેને પોલિથીનમાં ભરીને ફ્રીજમાં રાખ્યું હતુ. થોડા દિવસો બાદ તેણે લાશને કચરાના ઢગલા પાસે ફેંકી દીધી હતી. આ પછી તેણે ઘર સાફ કર્યું જેથી કોઈ પુરાવા મળે નહીં. એટલું જ નહીં, તે મૃતક મહિલાના ફોન પરથી તેના પરિચિતોને મેસેજ કરતો રહ્યો જેથી લોકોને લાગે કે તે જીવિત છે. પોલીસે વ્યક્તિની ધરપકડ કરી છે.
વાસ્તવમાં 17 મેના રોજ સુધાકર નામના કર્મચારીને થિયાગલગુડા રોડ પર કચરો ડમ્પિંગ સાઇટ પરથી કાળા રંગની પોલિથીનમાં એક મહિલાની ટૂકડા કરેલી લાશ મળી આવી હતી. આ પછી તેણે પોલીસને જાણ કરી હતી. તમામ તપાસ બાદ પોલીસે મૃતક મહિલાની ઓળખ યેરમ અનુરાધા રેડ્ડી તરીકે કરી હતી. અનુરાધા 55 વર્ષની હતી. તેના અને 48 વર્ષીય ચંદ્ર મોહન વચ્ચે 15 વર્ષથી અફેર હતું. અનુરાધાના પતિએ તેને ઘણા સમય પહેલા છોડી દીધી હતી, તેથી તે ચંદ્ર મોહનના ઘરે રહેતી હતી.
ચંદ્ર મોહને અનુરાધાની હત્યા કેમ કરી?
તપાસમાં ખુલાસો થયો હતો કે અનુરાધા વ્યાજ પર પૈસા આપતી હતી. ચંદ્ર મોહને 2018માં અનુરાધા પાસેથી 7 લાખ રૂપિયા પણ લીધા હતા. અનુરાધા ચંદ્ર મોહનને પૈસા પરત કરવાનું કહેતી હતી પરંતુ ચંદ્ર મોહન પૈસા પરત કરતો ન હતો. આવી સ્થિતિમાં અનુરાધા તેના પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. ચંદ્રમોહને અનુરાધાનો પીછો છોડાવવા માટે તેની હત્યા કરવાનું કાવતરુ રચ્યું હતું. 12 મેના રોજ ચંદ્રમોહન અને અનુરાધા વચ્ચે પૈસાને લઈને બીજી વખત ઝઘડો થયો હતો. દરમિયાન ચંદ્રમોહને અનુરાધા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું હતું