Crime News: અમદાવાદના કણભામાં વઘુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં ખેડૂત પર જેસીબી ફેરવી હત્યા નિપજાવવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આરોપીઓ ખેડૂતની મંજુરી વિના ખેતરમાં ખોદકામ કરતા હતા. જેથી ખેડૂતે વિરોધ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ખેડૂત પર જેસીબી ચડાવી દીધુ હતું. જે બાદ ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા હતા.ખેડૂતને ગંભીર હાલમાં સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. આ હત્યાની જાણ પોલીસને થતા કણભા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વિરમગામ અને અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે.  પૈસાની લેતી દેતીમાં મિત્રોએ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. વિરમગામમાં રવિન્દ્ર લુહારની સ્મિત ગોહિલ અને યશ રાઠોડે હત્યા  કરી હતી,ળી મારી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. સ્મિત ગોહિલ પોતે ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો ડર સતાવતો હતો. જેથી યશ પાસેથી હથિયાર લાવીને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી  સ્મિતે  આપઘાત કરી લીધો હતો. સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર પણ કબ્જે કર્યું હતું. બાદ યશ રાઠોડની ક્રાઈમ બ્રાન્ચે   અટકાયત કરી હતી. હવે આ કેસમાં યશ રાઠોડ બંને કેસનો મુખ્ય આરોપી છે. બંને મૃતક અને યશ વર્ષોથી  મિત્રો હતા. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, યશ અને સ્મિત હત્યા માટે મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હતા. યશની ધરપકડ કરીને પોલીસે સધન પૂછપરછ હાથ ધરી છે. 


તો બીજી તરફ વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. એક જ્વેલર્સની દુકાનને નિશાન  બનાવી બુકાની પહેરી  હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી  લાખોની  લૂંટ ચલાવી લૂંટારુઓ પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. વલસાડ પોલીસ દ્વારા  જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા પ્રયાસ કર્યા છે. 


પલ્સર બાઈક પર બુકાની પહેરી 3  લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા


આ બનાવની વિગતો મુજબ વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલા અંબિકા જ્વેલર્સમાં એક પલ્સર બાઈક પર બુકાની પહેરી 3  લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા. સૌપ્રથમ દુકાનમાં પ્રવેશી લૂંટારુઓએ હથિયાર બતાવી  અને ત્યારબાદ દુકાનમાં હાજર કર્મચારી અને દુકાનદારને ધમકાવી દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આમ સતત ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.લૂંટારુને ઝડપવા તપાસ તેજ કરી હતી.