અમદાવાદ: ગુજરાત ATSએ આજે છેલ્લા 18 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ અંજુમન કુરેશી નામની મહિલાની અમદાવાદના વટવા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો જાણીએ
ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. આજે 18 વર્ષથી ફરાર વોન્ટેટ મહિલાની એટીએસે ધરપકડ કરી છે. આરોપી મહિલા અંજુમન કુરેશી 18 વર્ષથી ફરાર હતી, આજે ગુજરાત એટીએસે અમદાવાદ વટવા વિસ્તારથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, 2002માં થયેલ ગોધરા કાંડ બાદ બદલો લેવાની ઉદેશથી હથિયાર મંગાવવામાં આવ્યા હતા. જેમાં આરોપી મહિલાની ભૂમિકા હોવાથી મહિલાને 18 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાને એટીએએસે અમદાવાદના વટવા વિસ્તારથી ઝડપી પાડી છે.આર્મ્સ એક્ટ હેઠળ આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે, ઉલ્લેખનિય છે કે, આરોપી મહિલા અને તેના પતિ છેલ્લા 18 વર્ષથી ફરાર હતો.