મહારાષ્ટ્રના સોલાપુરમાં આયોજિત સમારોહમાં મુંબઈની જુડવા બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા હતા. બંને બહેનો વ્યવસાયે આઈટી એન્જિનિયર છે. આ લગ્ન સમારોહનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે વીડિયો સામે આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સોલાપુરમાં યોજાયેલા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલામાં પોલીસે વરરાજા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 494 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકે 36 વર્ષીય જુડવા બહેનો સાથે લગ્ન કર્યા, જેઓ આઈટી પ્રોફેશનલ છે.
યુવક અને યુવતીના પરિવારજનો આ લગ્ન માટે સહમત થયા હતા. થોડા દિવસ પહેલા પિતાના અવસાન બાદ બંને યુવતીઓ તેમની માતા સાથે રહેતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા હતા કે આ લગ્ન માન્ય છે કે નહીં? જણાવવામાં આવી રહ્યું છે કે અતુલ માલશિરસ નામનો યુવક મુંબઈમાં ટ્રાવેલ એજન્સી ચલાવે છે. થોડા દિવસો પહેલા પિતાનું અવસાન થતાં છોકરીઓ તેમની માતા સાથે માલશિરસ તાલુકામાં રહેવા લાગી હતી. એકવાર જ્યારે રિંકી અને પિન્કીની માતા બીમાર પડી ત્યારે બંનેએ તેને હોસ્પિટલ લઈ જવા માટે અતુલની કારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન અતુલ બંને જુડવા બહેનોના સંપર્કમાં આવ્યો હતો. બંનેએ અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
શુક્રવારે બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કર્યા ત્યાર પછી આ લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલાની તપાસ કર્યા બાદ પોલીસે વરરાજા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
CRIME NEWS: ઉમરગામમાં ખેલાયો ખુની ખેલ, મિત્રએ જ કરી મિત્રની હત્યા
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં એક મિત્રએ તેના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું છે અને આ બે મિત્રોની બબાલમાં છોડાવનાર યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઉમરગામના ડમરૂ વાડી વિસ્તારમાં હાલ માતમ છવાયો છે. આ વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં અવંત છોટેલાલ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે
આ અંગે સામે વિગત અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની અવંત પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી રોજગારી માટે ઉમરગામના જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો. જો કે ગઈકાલ મોડી રાત્રે ચાકુ મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યારો બીજો કોઈ નહીં તેનો જ જીગરી મિત્ર અજીત ગણેશ પ્રસાદ હોવાનું બહાર આવ્યું છે. આ મર્ડરમાં ચોકાવનારી બાબતે એ છે કે બંને મિત્રો આંગણામાં પાર્ટી કરી રહ્યા હતા. અજીત અને અવંત વચ્ચે કોઈ બાબતે મગજમારી થઈ હતી અને બોલાચાલી બાદ અવંત અજીતના નાનાભાઈ કરણને ફરિયાદ કરવા ગયો હતો