ઉનાઃ સગીર વિધાર્થિનીને નરાધમે હવસનો શિકાર બનાવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે નરાધમ યુવકને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો અને જેલ હવાલે કરી દીધો હતો. ઉના કોર્ટે આરોપીના 02 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. ૧૨ વર્ષની બાળા ઉપર ૪૦ વર્ષના નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું. 


બાળાને શાળાએ મુકવા જવાનુ કહી બાઈક પર બેસાડી લઈ ગયો. નજીકના વાસોજ ગામે ધાર્મિક જગ્યામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. સગીરાની માતાએ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપી નજીકના પાલડી ગામનો કાના ઉર્ફે બટર લાખાભાઈ સોલંકી (ઉ.૪૦) છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી દબોચી લીધો હતો. 


Surat : 19 લાખના હીરાની ચોરી કરનાર દંપતીની ધરપકડ, ચોરીને કેવી રીતે આપ્યો હતો અંજામ?
સુરતઃ હીરાના કારખાનામાંથી 19 લાખના હીરા ચોરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે. જે કારખાનામાં કામ કરતાં હતાં એ જ કારખાનમાંથી ચોરી કરી હતી. 31 કેરેટના 50 સેન્ટના હીરાની ચોરી કરી હતી. છેલ્લા દોઢ મહિનામાં છૂટક છૂટક કુલ 19 લાખના હીરા ચોર્યા. હીરા ચોરીને દલાલ મારફત વેચવા માટે આપી દીધા હતાં. કતારગામ પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


ઓફિસમાંથી હીરા ગાયબ થઈ જતા માલિકે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાકર્મીએ હીરા ચોર્યા હોવાનો ખુલાસો થયો હતો. કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે. મહિલાનો પતિ  જવેલરીનું કામ કરે છે. જ્યારે મહિલા પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. 


દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ કરી નાંખ્યા હતા. માલિકે તપાસ કરતાં હીરા મહિલાએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હતા. પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલને વેચી દીધા હતા.