સુરત: ડાયમંડ સીટી સુરતમાં સંબંધોને શર્મસાર કરી ઘટના સામે આવી છે. શહરેના રાંદેર વિસ્તારમાં પરણીતા સાથે સગા માસા એ જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પીડિત મહિલાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શોએબ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પીડિતાએ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા તેના બદલામાં દોઢ લાખ આપ્યા હોવા છતાં શોએબ સોલંકી શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શારીરિક સંબંધ ન રાખે તો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આ ઉપરાંત પોલીસને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


બહેનને પ્રેમી સાથે શરીર સુખ માણતાં જોઈ ગયો ભાઈ, પ્રેમીને દારૂ પીવા બોલાવ્યો ને પછી....
Delhi Crime News:  પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં એક યુવકે તેના મિત્ર સાથે મળીને તેની બહેન સાથે સંબંધ હોવાના કારણે તેની બહેનના પ્રેમીની હત્યા કરી નાખી. બાદમાં મૃતકના મોઢા પર કચડી નાંખ્યા બાદ તેની લાશને ગટરમાં ફેંકી દીધી હતી. મૃતકની ઓળખ નરેશ કુમાર (30) તરીકે થઈ છે. શુક્રવારે સાંજે કલ્યાણપુરી વિસ્તારમાં એક નાળામાંથી નરેશનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શનિવારે તેની ઓળખ કરી હતી અને હત્યાના આરોપમાં યુવતીના ભાઈ અને તેના મિત્ર શિવની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી હાલ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. મુખ્ય આરોપીએ ખુલાસો કર્યો છે કે લગ્ન કર્યા બાદ પણ નરેશને તેની બહેન સાથે સંબંધો હતા. તેને ઘણી વખત સમજાવવામાં આવ્યો હતો છતાં તે સુધર્યો નહોતો. દેના કારણે તેની હત્યા કરવામાં આવી. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરીને આ મામલે તપાસ હાથ ધરી છે.


પોલીસે શું કહ્યું
પૂર્વ જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે કલ્યાણપુરીના બ્લોક-3 ના ગટરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો ચહેરો પથ્થરથી ખરાબ રીતે કચડી ગયો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખ દસ્તાવેજ પણ મળ્યા નહોતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ શબઘરમાં રાખ્યો હતો. આ દરમિયાન પોલીસને ખબર પડી કે નરેશ નામનો યુવક બ્લોક-6માંથી ગુમ છે. પોલીસે પરિવારજનોને બોલાવીને તેની ઓળખ કરી ત્યારે મૃતકની ઓળખ સ્વજનોએ કરી હતી. નરેશ તેની માતા રાજબાલા, પત્ની અને અન્ય સભ્યો સાથે રહેતો હતો. તે ખાનગી નોકરી કરતો હતો. જ્યારે પોલીસે પરિવાર અને સ્થાનિક બાતમીદારો પાસેથી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે નરેશ તેની પત્ની ઉપરાંત અન્ય કોઈ યુવતીને મળે છે.


આરોપીઓએ દારૂ પીવાના બહાને બોલાવ્યા હતા
આ હત્યામાં એક જ યુવતીનો ભાઈ અને તેના મિત્રો સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દરોડો પાડી સૌ પહેલા યુવતીના ભાઈની ધરપકડ કરી હતી. તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બાદમાં તેના સાથી શિવની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીએ જણાવ્યું કે ગુરુવારે રાત્રે તેણે નરેશને દારૂ પીવાના બહાને બોલાવ્યો હતો. બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી અને તેનો ચહેરો પથ્થરથી કચડી નાખવામાં આવ્યો હતો. બાદમાં નરેશના ખિસ્સામાંથી તમામ કાગળો કાઢીને તેની લાશને ગટરમાં ફેંકી દીધી હતી.