નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાંથી ફરી એકવાર દુષ્કર્મની દર્દનાક ઘટના સામે આવી છે. આ વખતે એક માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં એક 10 વર્ષની બાળકી લોહીલૂહાણ બેભાન થયેલી હાલતમાં ઝાડીઓમાંથી મળી આવી હતી, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. હાલમાં તેને મેડિકલ કૉલેજ કાનુપરમાં રેફર કરવામાં આવી છે, બાળકી સાથે દુષ્કર્મની આશંકા પુરેપુરી રીતે પોલીસ કરી રહી છે અને તપાસમાં લાગી છે.
આ ઘટનાના લઇને એસપીનુ કહેવુ છે કે, આ ઘટના પર તમામ એન્ગલથી તપાસ ચાલી રહી છે. ઘટના રવિવાર બપોરની છે. બતાવવામાં આવી રહ્યું છે કે, 10 વર્ષીય બાળકી ગોલક ખરીદવા માટે બહાર નીકળી હતી, સાંજે તે પીડબલ્યૂડી ગેસ્ટ હાઉસ કેમ્પસમાં ઝાંડીઓમાંથી મળી હતી. તેના ચહેરા પર ઇજાના નિશાન અને તે લોહીલૂહાણ સ્થિતિમાં હતી. બાળકીને પોલીસકર્મી તેડીને હોસ્પિટલ લઇ ગયા હતા.
આ 12 વર્ષની અપંગ બાળકી પીડાથી રડી રહી હતી અને લોકો તેની મદદ કરવાને બદલે વીડિયો બનાવી રહ્યા હતા. બાદમાં કોઈક રીતે પરિવારને બાળકીની જાણ થઈ હતી. ત્યારપછી તેમણે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ પાંડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે બાળકીને ખોળામાં ઊઠાવીને રસ્તામાં દોડવા લાગ્યા હતા.
ખાસ વાત છે કે યુપીના આ ઘટનાના 16 કલાક પછી પણ બાળકીની હાલતમાં કોઈ જ સુધારો આવ્યો નથી. તે ન તો બોલી શકતી નથી અને પરિવારના સભ્યો પણ કંઈ બોલી શકતા નથી. જોકે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.
Riwa Accident: રીવામાં ભયંકર અકસ્માત, બસ અને ટ્રકની ટ્ક્કરમા 15નાં મોત,40થી વધુ ઘાયલ
Rewa Accident:ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર એક ભયાનક અકસ્માત થયો હતો. ત્રણ વાહનોની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, અકસ્માત શુક્રવારે રાત્રે થયો હતો. બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ સોહાગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ત્યોંથર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.