વડોદરામાં ગુમ થયેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ વસાવાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, કમલેશ વસાવા હેડકવાટર્સમાં હથિયારધારી પોલીસમાં ફરજ બજાવતા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ 30 જાન્યુઆરીએ ગુમ થયા હતા. નવ દિવસ બાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો પતો ન મળતા પરિવારજનો વડોદરા પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારે ગઈકાલે જામ્બવા બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે કપડાં અને હાથે પહેરેલો લાલ કલરના દોરો પરથી તેમને ઓળખી કરી હતી. મક્કરપુરા પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી


Crime News: બોટાદમાં બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી


બોટાદઃ બોટાદમાં બાળકી પર બળાત્કાર ગુજારનારા દોષિતને બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, બોટાદ શહેરમાં  ૨૦૨૧ મા પિન્ટુ ઊર્ફે મન્ગો સોલંકી નામના શખ્સે બાળકીને લલચાવી ફોસલાવીને અવાવરુ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બોટાદ સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂઆત જજે ગ્રાહ્ય રાખી હતી અને આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.


Surat: સુરતી ખમણ હાઉસનો માલિક દારૂની ખેપ મારતાં ઝડપાયો, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ માથું ખંજવાળવા લાગી




Surat News: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ દારૂ ઝડપાઈ રહ્યો છે. દારૂબંધીનો લાભ લઈ પડોશી રાજ્યમાંથી દારૂ લાવવા ખેપીયા અવનવા કિમીયા અપનાવતા હોય છે. સુરતમાં અડાજણ સુરતી ખમણ હાઉસનો માલિક હર્ષ ઠક્કર દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. પોલીસની આંખમાં ધૂળ નાંખવા કેમિકલના કેન અને પાણીના ટાંકાના ચોર ખાનામાં દારૂ લવાતો હતો. PCB પોલીસએ બાતમીના આધારે હર્ષ ઠક્કર સહીત 2.23 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમને ઝડપી પાડ્યા  હતા.






મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ




પીસીબી ટીમે અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીજી આર્કેડ સામે સુરતી ખમણ નામની દુકાન સામે પાર્ક કરાયેલી પીકઅપ વાનને આંતરી હતી. પાછળ લોડિંગની બોડી છુટી કરી તેની નીચે ચોરખાનું બનાવી મોટા પાયે દારૂ સંતાડીને લાવવામાં આવ્યો હોવાની માહિતી બાદ બોડી છુટી કરવામાં આવતાં નીચેથી દારૂનો જથ્થો મળ્યો હતો. લોડિંગમાં નાના કેન જોવા મળ્યા હતા. કેમિકલ ભરવા માટે વપરાતા એર ટાઇટ કેનની એક તરફ પ્લાસ્ટિક ચોંટાડવામાં આવ્યું હતું. જે ખસેડતાં તેમાંથી દારૂની બોટલ્સ મળી આવી હતી.