Crime News: વડોદરામાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોર પાસેના સરાર ગામે બેવડી હત્યાની ઘટના બની છે. પતિએ પતિએ પત્નિ અને સાસુને ચપ્પા ના ઘા માર્ય હતા. જે બાદ પોતે પણ આપઘાત કર્યો હતો. ઘટનામાં પતિ અને સાસુનું મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત પત્નિને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સરાર ગામના જીગ્નેશ પટેલે કેમ આવું પગલું ભર્યું તેનું કારણ અકબંધ છે, જ્યારે તેની પત્નિ મનીષા પટેલ હાલ ગંભીર અવસ્થામાં છે. વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા નેશનલ હાઇવે-48 પરથી એક મહિલાનુ થારમાં અપહરણ કરી લૂંટ ચલાવી ફરાર થયેલા સૌરાષ્ટ્રના રીઢા ગુનેગારને વડોદરા ગ્રામ્ય એલ.સી.બીએ વાઘોડીયા ચોકડીથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ રીઢા ગુનેગારની પુછતાછ કરતા મહિલાને વેચાણે આપેલા મોબાઇલના રૂપિયાની માગણી કરતા તેને આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી તેનુ અપહરણ કરી રૂ. 70,700ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.




આ બનાવની વિગત એવી છે કે મહિલાએ વરણામા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ વીથ લૂંટની ફરીયાદ નોધાવી હતી. જેમાં તેમણે જાહેર કર્યું હતુ કે, ગત તા.13 જુલાઇ 2024ના રોજ ચાલતા કંડારી ખાતે જઇ રહ્યાં હતા. ત્યારે પોર નેશનલ હાઇવે-48 પર રિક્ષામાં બેઠા અને રિક્ષા ચાલક કંડારી લઇ જવાને બદલે રિક્ષા ચાલક બામણગામ પાસેથી યુ-ટર્ન મારી અપહરણ કરી વડોદરા તરફ લઇ જઇ રહ્યાં હતા. ત્યારે તેમણે બુમરાણ મચાવી રિક્ષામાં પાઠળ બેઠેલા બે શખ્સોએ ગળાના ભાગે ચપ્પુ મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારી, ઓઢણીથી મોઢે ડૂચો મારી સોના-ચાંદી તથા રોકડ અને મોબાઇલ મળી રૂ. 70,700ની કિંતમની લૂંટ દુમાડ ચોકડીથી આગળ ફેંકી દઇ ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા.


જેથી પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યું હતો. જેમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, અમદાવાદ પાર્સિંગની થાર ગાડીમાં મહિલાનુ અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી. જેથી પોલીસ થારની અમદાવાદ પાર્સિંગની થારની શોધમાં લાગી અને વાઘોડીયા ચોકડી રતનપુર જવાના રસ્તે અપહરણ મહિલાનુ અપહરણ કરી લૂંટ કરનાર અજય ઉર્ફે અનીલ હીરાભાઇ વાળાને થાર ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. અજય ઉર્ફે અનિલ વાળા રીઢો ગુનેગારો છે, તે એકલી જતી સ્ત્રીઓ સાથે મિત્રતા કેળવી તેને અવવારૂ જગ્યાએ લઇ જઇ શારીરીક સંબંધ બાંધી કોઇ સ્ત્રી પ્રતીકાર કરે તો ગંભીર જાનહાની કરી તેની પાસેના રોકડા રૂપિયા અથવા દાગીનાની લુંટ કરવાની વિક્રૃત માનસિકતા ધરાવે છે. અગાઉ ગુનના ગુનાઓને અંજામ આપી બે વખત પેરોલ રજા ઉપર છુટેલ અને પેરોલ રજા દરમિયાન આ પ્રકારના ગુના આચરી પેરોલ જમ્પ કરવાની ટેવવાળો છે