હાલમાં રાજા રઘુવંશી અને સૌરભ રાજપૂતની હત્યાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. બંનેની પત્નીઓએ તેમના પ્રેમીઓ માટે તેમના પતિઓની હત્યા કરી હતી. તે પણ એટલી ક્રૂરતાથી કે બધા જાણીને દંગ રહી ગયા. હવે ઉત્તરાખંડના કોટદ્વારથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસે આ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો કર્યો છે.
થોડા દિવસ અગાઉ કોટદ્વારમાં રવિન્દ્ર કુમાર નામના એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. રવિન્દ્ર યુપીના મુરાદાબાદમાં રહેતો હતો. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે પત્નીનું કૃત્ય પ્રકાશમાં આવ્યું. પત્ની રીના સિંધુએ મિલકત અને તેના પ્રેમી પરિતોષ સાથેના સંબંધોને કારણે તેના પતિની હત્યા કરી હતી. ત્યારબાદ લાશ ઉત્તરાખંડના કોટદ્વારના જંગલમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે લાશ કબજે કરી અને તપાસ કર્યા પછી આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા હતા.
પૂછપરછ દરમિયાન રીનાએ કહ્યું હતું કે પતિ રવિન્દ્રનું મુરાદાબાદમાં એક મોટું ઘર હતું જેની કિંમત 3 કરોડ હતી. તે ઘર વેચવા માંગતો હતો પરંતુ તે તેની વિરુદ્ધ હતી. આ સમય દરમિયાન તેણી પરિતોષ કુમારને મળી જે ફિઝીયોથેરાપીના બહાને દર્દી તરીકે આવ્યો હતો. તેઓ બંન્ને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને પછી બંનેએ રવિન્દ્રને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
રવિન્દ્રને લાખો રૂપિયાનું ભાડું મળતું હતું
રવિન્દ્ર 56 વર્ષના હતા, જ્યારે રીના સિંધુ લગભગ 36 વર્ષની છે. રવિન્દ્ર ઉત્તરાખંડના ડોઈવાલામાં ભાડા પર રહેતો હતો. રવિન્દ્ર ત્યાં રીનાને મળ્યો હતો. આ પછી રવિન્દ્રએ 2011માં રીના સાથે લગ્ન કર્યા. રીના અને રવિન્દ્રને પણ બે બાળકો છે. દરમિયાન, રવિન્દ્રએ દિલ્હીના રજોકરીમાં પોતાની પૈતૃક જમીન વેચી દીધી અને મુરાદાબાદમાં ત્રણ માળનું ઘર ખરીદ્યું, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા હતી. આ ઘર મુરાદાબાદના રામ ગંગા વિહારમાં સોનકપુર સ્ટેડિયમ પાસે આવેલું છે. આ આખો વિસ્તાર પૉશ છે. મૃતકને અહીંથી લાખો રૂપિયાનું ભાડું મળતું હતું.
માહિતી મુજબ, રવિન્દ્ર પર ઘણું દેવું હતું. તે દેવું ચૂકવવા માટે ઘર વેચવા માંગતો હતો. પરંતુ તેની પત્ની ઇચ્છતી ન હતી કે તે ઘર વેચે. આ બાબતે બંને વચ્ચે હંમેશા ઝઘડો થતો હતો. પછી તેણે તેના પ્રેમી સાથે મળીને ભયાનક પગલું ભર્યું.
પડોશીઓએ શું કહ્યું?
પડોશીઓએ કહ્યું - ઘણા સમયથી પતિ-પત્ની ડોઇવાલામાં એક મકાનમાં ભાડે રહેતા હતા. તેમની 11 વર્ષની નાની પુત્રી છે, પરંતુ તે દરમિયાન એક વ્યક્તિ વારંવાર ઘરે આવતો હતો. તે પોતાને મહિલાનો સંબંધી ગણાવતો હતો. પોલીસે હત્યા કરનાર મહિલાની ધરપકડ કરી છે અને તેને જેલના સળિયા પાછળ મોકલી દીધી છે.