યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, 'વર્ષ 2010માં તે ગર્ભવતી હતી ત્યારે ડોક્ટરે પેટમાં બે બાળકો હોવાનું જણાવી શરીર સંબંધ બાંધતી વખતે ખૂબ જ સાચવવાની સલાહ આપી હતી. તેમજ આરામ કરવા જણાવ્યું હતું. આમ છતા પતિએ શરીર સંબંધ બાંધવા મનમાની કરી હતી. એટલું જ નહીં, પતિએ મોબાઇલ મારતા સાથળના ભાગે વાગ્યુ હતું. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિની મનમાની ચાલે તો દિવાલમાં મુક્કા અને ફેંટો મારતો. તેમજ ખુરશી-ટેબલ ઉપર હાથ-પગ પછાડતો હતો.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાતમાં મહિને યુવતીને તેના માતા-પિતા પહેલી ડિલિવરી કરાવવા તેડી ગયા હતાં. તેના સાસુ-સસરાએ બોપલમાં દવા ચાલતી હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવાનું કહેતા યુવતીની ડિલિવરી ત્યાં થઇ હતી. જેમાં એક દિકરી અને એક દીકરાને પરિણીતાએ જન્મ આપ્યો હતો. દરમિયાન પતિ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા માટેની પરીક્ષામાં પાસ થઇ ગયો હતો. તેમજ તેને નિયુક્ત થતાં તે જતો રહ્યો હતો.
આ પછી પરિણીતા તેના પિયર હતી અને તેનો પતિ ત્યાં આવે ત્યારે શારીર સુખની માંગણી કરતો હતો, પરંતુ ઓપરેશનના કારણે મહિલાએ ના પાડતાં ઝઘડો કરીને પતિ જતો રહેતો હતો. જ્યારે અઢી માસ પછી યુવતીને સાસરીમાં જવાની વાત થતાં તેની સાસુએ ફોનમાં કહ્યું કે, બે બાળકો સાચવી શકતી હોય તો જ અહીંયા આવજે. કેમ કે, અમે બધા નોકરીએ જતા રહીશું. આ બાબતે પણ તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો.
પરિણીતાનો આક્ષેપ છે કે, પતિ પાસે મહેસાણા રહેવા ગઇ ત્યારે તેના પતિએ તેની સાથે સંબંધ બનાવવાની માંગણી કરી હતી. જોકે, બાળક સૂતું હોવાથી યુવતીએ મનાઈ કરી હતી. આથી પતિએ બાળકને લઇને બેડરૂમમાં બોલાવી શારીરિક સુખ માણ્યું હતું. દરમિયાન બાળક જાગી જતાં રોવા લાગતાં ગુસ્સામાં માસૂમ બાળકને માર્યું હતું. બાળકને બચાવવા વચ્ચે પડેલી પત્નીને પતિએ છાતિના ભાગે ફેટ મારી હતી અને ઘરની બહાર કાઢી મુકી હતી. પતિની બદલી સૌરાષ્ટ્રના એક શહેરમાં થતાં ત્યાં પણ સાથે રહેવા ગઇ હતી. અહીં પણ પતિ સતત જાતીય શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. સંતાનોને માર મારી દંડો બતાવી ડરાવતાં હતાં.