Crime News: અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. વરસાદમાં પતરા ઉડવાની બાબતમાં મારામારી થઈ છે. મેઘાણીનગરમા બે અલગ અલગ કોમ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારી થતી અટકાવવા જતા એક વ્યકિતને છરી વાગતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે અરોરાટી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
પત્નીએ ચિકન કરી બનાવવાની મનાઇ કરી તો નારાજ પતિએ ઉઠાવ્યું ઘાતક પગલું
પવન ચિકન લઈને ઘરે પહોંચ્યો અને તેની પત્ની પ્રિયંકાને તેને ચિકન કરી બનાવવા કહ્યું. પરંતુ પત્નીએ ચિકન કરી બનાવવાનો ઇન્કાર કરી દીધો. બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઝાંસીમાં આત્મહત્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ આત્મહત્યા કરી કારણ કે તેની પત્ની ચિકન કરી બનાવવાની મનાઇ કરી દીધી. . પત્નીએ ચિકન કરી ન બનાવતાં પતિને એટલો દુઃખ થયો કે તેણે આત્મહત્યા કરી લીધી. પતિએ દરવાજા પાસે ખીંટી પર લગાવેલા દુપટ્ટો વડે ફાંસો ખાઈ લીધો. મોતના સમાચાર મળતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિજનોને સોંપી દીધો છે.
આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ પવન કુમાર છે, જેની ઉંમર 36 વર્ષ હોવાનું કહેવાય છે. તે પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હંસારમાં હતો. પવનના મોટા ભાઈ કમલેશ શાક્યએ જણાવ્યું કે, પવન ફર્નિચરનું કામ કરતો હતો. તેના લગ્ન લગભગ 4 વર્ષ પહેલા પ્રિયંકા સાથે થયા હતા. બુધવારે રાત્રે પવન ચિકન લઈને ઘરે પહોંચ્યો અને તેની પત્ની પ્રિયંકાને તેને ચિક કરી બનાવવા કહ્યું. અનેક વખત પૂછવા છતાં પ્રિયંકાએ ચિકન રાંધ્યું ન હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી પ્રિયંકા બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ. અહીં પવને તેના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો બાદ દુપટ્ટાથી ગાળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી.
મોટા ભાઈ કમલેશના જણાવ્યા મુજબ બુધવારે રાત્રે તે ટેરેસ પર સૂતો હતો. રાત્રે લગભગ 1 વાગે તે નીચે આવ્યો ત્યારે પવન રૂમનો દરવાજો ખોલતો ન હતો. તેણે તેની દસ વર્ષની દીકરીને જોવાનું કહ્યું. દીકરીએ કાકાને ફાંસીમાં લટકતા જોઇ દંગ રહી ગઇ. ઘણી કોશિશ બાદ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો જાણવા મળ્યું કે પવને લગભગ 6 ફૂટ ઉંચા ખીંટી પર લટકીને ફાંસો ખાઈ લીધો હતો. પવનને બે વર્ષની પુત્રી છે. મૃત્યુ પછી ઘરમાં શોક વ્યાપી ગયો છે.