School Closed: ભારતીય હવામાન વિભાગ (IMD), હવામાન કેન્દ્ર અમદાવાદે તેની અખબારી યાદીમાં આગામી 48 કલાકમાં દાદરા અને નગર હવેલી જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. દાદરા અને નગર હવાલના જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ તોળાઈ રહેલી પરિસ્થિતિ માટે તૈયાર હોવા છતાં, સાવચેતીના પગલા તરીકે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો, પોલિટેકનિક, આઈટીઆઈ, આંગણવાડીઓ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 22મી જુલાઈ 2023ના રોજ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ અપડેટ, માહિતી ફરિયાદ અથવા ભારે વરસાદ, પાણી ભરાઈ જવા અને અન્ય કોઈપણ ગંભીર પૂર જેવી ઘટના અંગેની ફરિયાદો માટે જાહેર જનતા E207-0207, 2500, 8780001077  નંબર પર સંપર્ક કરી શકે છે.




રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અવિરત મેઘમહેર ચાલુ છે. ફ દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વલસાડ જિલ્લાના કપરાડામાં 9 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.  રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં પોણો પોણો ઈંચ અને 13 તાલુકામાં  અડધો અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક  જિલ્લામાં વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો  માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાનને જોતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી સહિત ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.


છેલ્લા 24 કલાકના આંકડા



  • વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ

  • દ્વારકાના ખંભાળીયામાં સાડા 8 ઈંચ વરસાદ

  • જૂનાગઢના વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ

  • વલસાડના પારડીમાં સાડા છ ઈંચ વરસાદ

  • વડોદરા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ

  • વલસાડના ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • તાપીના ડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ

  • વલસાડ તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ

  • વડોદરાના પાદરામાં પોણા ચાર ઈંચ વરસાદ

  • વલસાડના ઉમરગામ, વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • દ્વારકાના કલ્યાણપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • નવસારીના ચીખલીમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ

  • દ્વારકા, પેટલાદમાં સવા બે ઈંચ વરસાદ

  • જૂનાગઢ શહેર અને તાલુકામાં બે ઈંચ વરસાદ

  • નવસારી, તાલાલા, જાંબુઘોડામાં બે બે ઈંચ વરસાદ

  • ધોરાજી, ઉમરપાડા, ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ

  • બોરસદ, વાંસદા, ગણદેવીમાં પોણા બે ઈંચ વરસાદ

  • મહુવા, સાંતલપુર, વઘઈમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • દાંતા, મેંદરડા, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • વડીયા, થાનગઢ, આહવામાં સવા સવા ઈંચ વરસાદ

  • આંકલાવ, જલાલપોર, કેશોદમાં એક એક ઈંચ વરસાદ

  • નવ તાલુકામાં ખાબક્યો પોણો પોણો ઈંચ વરસાદ

  • 13 તાલુકામાં ખાબક્યો અડધો અડધો ઈંચ વરસાદ


Education Loan Information:

Calculate Education Loan EMI