Abhyudaya Bank Recruitment 2021-22:  સહકારી બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અભ્યુદય સહકારી બેંક લિમિટેડે મેનેજમેંટ ટ્રેઈનીની જગ્યાની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની જાહેરાત અનુસાર, મેનેજમેન્ટ ટ્રેઇનીની જગ્યાઓ માટે 15 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.


કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ


જાહેરાત મુજબ, આ સંખ્યામાં સુધારો થઈ શકે છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ abhyudayabank.co.in પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા આજથી 20 ડિસેમ્બર 2021થી શરૂ થઈ છે અને ઉમેદવારો 3 જાન્યુઆરી 2022 સુધી તેમની અરજી સબમિટ કરી શકશે. ઉમેદવારોએ અરજી કરતી વખતે 1000 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે, તે ભરવાની છેલ્લી તારીખ પણ 3 જાન્યુઆરી છે.


કોણ કરી શકશે અરજી


અભ્યુદય સહકારી બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઇની પોસ્ટ્સ માટે માત્ર એવા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે જેમણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પાસ કરી હોય અથવા CA/CFA અથવા MBA/MMS/PGDBM કર્યું હોય.


વય મર્યાદા


ઉમેદવારોની ઉંમર 1લી ડિસેમ્બર 2021ના રોજ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે ઉમેદવારોનો જન્મ 1લી ડિસેમ્બર 1986 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી ડિસેમ્બર 1991 પછીનો ન હોવો જોઈએ. જો કે, સરકારના નિયમો અનુસાર SC, ST, OBC અને NT વર્ગના અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય લાગુ પડશે. વધુ વિગતો માટે ભરતી નોટિફિકેશન જુઓ.  https://www.abhyudayabank.co.in/pdf/Management_Trainee_-_Detail_Advertisement.pdf  


Education Loan Information:

Calculate Education Loan EMI