AFCAT 2 Admit card 2022: ભારતીય એરફોર્સે (IAF) એ આજે ​​એટલે કે બુધવાર, 10 ઓગસ્ટે IAF AFCAT 2 એડમિટ કાર્ડ 2022 જાહેર કરી દીધા છે. ભારતીય એરફોર્સે એરફોર્સ કૉમન એડમિશન ટેસ્ટ 2022 (AFCAT 2022) માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ કોર્સ જુલાઈ 2023માં શરૂ થશે.


પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ તેમના એડમિટ કાર્ડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની પ્રિન્ટઆઉટ સાથે સમયસર ફાળવેલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. 26, 27 અને 28 ઓગસ્ટ 2022ના રોજ ટેકનિકલ અને નોન-ટેક્નિકલ બંને જગ્યાઓ માટેની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9.45 થી 11.45 સુધી અને બીજી શિફ્ટ બપોરે 2.45 થી 4.45 સુધીની રહેશે.


IAF AFCAT 2 એડમિટ કાર્ડ 2022 કેવી રીતે ડાઉનલોડ કરવું?


 


સ્ટેપ-1: AFCAT ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in ની પર જાવ.


સ્ટેપ-2: હવે, 'કેન્ડીડેટ લૉગિન' અને પછી 'એએફસીએટી 02/2022' પર જાવ.


સ્ટેપ-3: ઈમેલ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.


સ્ટેપ-4: AFCAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.


સ્ટેપ-5: એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ લો.


જો કોઈ ઉમેદવારને ઈમેલ આઈડી દ્વારા તેનું એડમિટ કાર્ડ પ્રાપ્ત ન થાય અથવા તેને સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં સમસ્યા આવી રહી હોય, તો તે ફોન નંબર: 020-25503105, 020- 25503106 અથવા afcatcell@cdac.in પર ઈમેલ કરી શકે છે.


જે ઉમેદવારોએ આ પરીક્ષા (IAF AFCAT 2 પરીક્ષા 2022) માટે અરજી કરી છે તેઓ IAF AFCAT ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા (IAF AFCAT 2 પરીક્ષા 2022) 26, 27 અને 28 ઓગસ્ટ, 2022 ના રોજ યોજાવાની છે.


આ ઉપરાંત, ઉમેદવારો આ લિંક https://afcat.cdac.in/afcatreg/ પર સીધા ક્લિક કરીને IAF AFCAT 2 2022 એડમિટ કાર્ડ (IAF AFCAT 2 એડમિટ કાર્ડ 2022) પણ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા કેન્દ્ર પર માન્ય ફોટો ઓળખ પુરાવા સાથે રાખવું આવશ્યક છે કારણ કે એડમિટ કાર્ડ વિના તેમને પરીક્ષા કેન્દ્ર 2022 માં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના IAF AFCAT 2 એડમિટ કાર્ડ 2022ને સારી રીતે તપાસે. એડમિટ કાર્ડ (IAF AFCAT 2 એડમિટ કાર્ડ 2022) માં કોઈ વિસંગતતાના કિસ્સામાં ઉમેદવારોએ અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.


 


Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા


Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........


Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ


Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે


 


Education Loan Information:

Calculate Education Loan EMI