APAAR ID Card: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે APAAR ID કાર્ડ લોન્ચ કર્યું છે. અપાર કાર્ડ(Automated Permanent Academic Account Registry) પૂર્વ-પ્રાઇમરીથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યું છે તે 'વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ' તરીકે પણ ઓળખાય છે.


આ મારફતે વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શૈક્ષણિક ડેટા, જેમ કે એવોર્ડ, ડિગ્રી, શિષ્યવૃત્તિ અને અન્ય ક્રેડિટ ડિજિટલ રીતે 'અપાર' ID પર ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 29.18 કરોડ વિદ્યાર્થીઓ અપાર કાર્ડ માટે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ પર નોંધાયેલા છે.


APAAR ID કાર્ડ શું છે?


કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'અપાર કાર્ડ' રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્ડ દેશભરની ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ કાર્ડ છે.અપાર કાર્ડનો હેતુ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ક્રેડિટ, ડિગ્રી અને અન્ય માહિતી ઓનલાઈન એકત્રિત કરવા સક્ષમ બનાવવાનો છે. Apar ID કાર્ડ એ આજીવન નંબર છે. જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા અને તેમની સિદ્ધિઓને ટ્રેક કરશે. આ સાથે તે એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફરની પ્રક્રિયાને સરળ બનાવશે.


આ કાર્ડ શાળાઓ અને કોલેજો દ્વારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ પાસે રહેલા આધાર કાર્ડ ઉપરાંત હશે. 'અપાર કાર્ડ'માં 12 અંકનો યુનિક નંબર છે, જે એક યુનિક ઓળખ નંબર હશે, જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તમામ લાભો મેળવી શકે છે અને શૈક્ષણિક રેકોર્ડ પણ સરળતાથી સંગ્રહિત કરી શકે છે.‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ને બાળકોના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા NEP એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પણ અપનાવવામાં આવશે.


'અપાર કાર્ડ' કેવી રીતે બનાવવું


'અપાર કાર્ડ' બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. તેનું 'DigiLocker' પર એકાઉન્ટ હોવું જોઈએ. તેના આધારે વિદ્યાર્થીની KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. નોંધણી બાદ સંબંધિત શાળાઓ અને કોલેજો દ્વારા 'અપાર કાર્ડ' આપવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ લેવામાં આવશે.


'અપાર કાર્ડ' બનાવવાની ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્ડ બનાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ક્યાંય જઈને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. શાળા પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી વાલીઓ શાળાની મદદથી વધુ માહિતી અપડેટ કરી શકે છે. DigiLocker લોગિન પણ આ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.


Education Loan Information:

Calculate Education Loan EMI