University of Tasmania: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની તસ્માનીયા યુનિવર્સિટીએ ગુજરાત યુનિવર્સિટીમાં પોતાનું સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. જે સંદર્ભે ગુજરાતમાંથી MBBS તેમજ નર્સિંગનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. કારણકે ગુજરાત કે ભારતમાંથી MBBS કે નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં જતા યુવાનો માટે કામ કરવા માટે પ્રેક્ટિસ લાયસન્સની આવશ્યકતા હોય છે. જે માટે ઓસ્ટ્રેલિયામાં પરીક્ષા આપવી પડતી હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવનાર સેન્ટરમાં જ પ્રેક્ટિસ લાયસન્સની પરીક્ષા લેવામાં આવશે. જેથી ગુજરાતમાંથી ઓસ્ટ્રેલિયા જતા ઉમેદવારોને ઑસ્ટ્રેલિયામાં રહી તૈયારી કરવા માટેનો સમય અને મોટા ખર્ચામાંથી મુક્તિ મળશે.


અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા દર વીતતા વર્ષે વધી રહી છે. ગ્લોબલ કોન્ક્લેવ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ઈન્ડિયન સ્ટુડન્ટ મોબિલિટી રિપોર્ટ 2023 અનુસાર, વર્ષ 2023માં લગભગ 1.3 મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. કોવિડ રોગચાળા પછી, ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે. જેના કારણે તેઓ આવાસની અછત જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેથી, આ દેશો હવે સ્ટડી વિઝા અને ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ વિઝા માટે કડક નિયમો લાવી રહ્યા છે. અહીં અમે કેટલાક એવા દેશો વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેમણે પોતાની ઈમિગ્રેશન પોલિસી, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે.


ઓસ્ટ્રેલિયા


ભારતીય વિદ્યાર્થીઓમાં ઓસ્ટ્રેલિયા ખૂબ જ લોકપ્રિય છે. સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2022માં ઓછામાં ઓછા 1.09 ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા હતા. અહીં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2019માં 73808 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. જો કે, કોવિડ રોગચાળાને કારણે, આ સંખ્યા 2020 માં ઘટીને 33629 અને 2021 માં 8950 થઈ ગઈ.


તાજેતરમાં, ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે IELTS, TOEFL અને Duolingo અંગ્રેજી ટેસ્ટ જેવી અંગ્રેજી પ્રાવીણ્ય કસોટીઓમાં ઉચ્ચ સ્કોર મેળવવો જરૂરી રહેશે. હવે ટેમ્પરરી વિઝા માટે IELTS સ્કોર 6.0 થી વધારીને 6.5 કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે તે 5.5 થી વધારીને 6.0 કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પણ નવી જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્ટની જરૂરિયાતને બદલશે. આ સાથે ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટડી વિઝા માટે બચતની રકમમાં પણ વધારો કર્યો છે. હવે વિદ્યાર્થીઓએ $24,505નો પુરાવો દર્શાવવો પડશે.


Education Loan Information:

Calculate Education Loan EMI