Central Bank of India Recruitment 2023: બેન્કમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રોજગારનો બેસ્ટ મોકો લઇને આવી છે. અહીં મેનેજરના અલગ અલગ પદો પર યોગ્ય ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી છે, તે કેન્ડિડેટ્સ જે આ પદો પર અરજી કરવાની ઇચ્છા અને યોગ્યતા રાખે છે, તો બતાવવામાં આવેલા ફૉર્મેટમાં અંતિમ તારીખ પહેલા અરજી કરી દે. આ વેકેન્સી માટે માત્ર ઓનલાઇન એપ્લાય કરવામાં આવી શકે છે. જેના માટે તમારે બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે.


આટલો પદોને ભરવામાં આવશે  - 
આ રિક્રટૂમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 147 પદો ભરવામાં આવશે. આમાં સીનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ IVમાં ચીફ મેનેજરના પદ, મીડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ III માં સીનિયરના પદ, મીડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ II માં મેનેજરના પદ, જૂનિયર મેનેજમેન્ટ ગ્રાન્ડ સ્કેલ I માં આસિસ્ટન્ટ મેનેજરના પદ અને મેનસ્ટ્રીમમાં સ્પેશ્યાલિસ્ટ ઓફિસર્સના પદ સામેલ છે. 


આ વેબસાઇટ પરથી આ તારીખ પહેલા કરી દો એપ્લાય  - 
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડેલા પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટ્સને બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે – centralbankofindia.co.in. આ ભરતીઓ માટે 15 માર્ચ, 2023 સુધી એપ્લાય કરી શકો છો. 


અરજી કેટલી છે  - 
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડેલા પદો પર અરજી કરવા માટે એસસી, એસટી, પીડબલ્યૂડી અને મહિલા ઉમેદવારોને ફી નથી આપવાની, જ્યારે જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સને 850 રૂપિયાની ફી આપવી પડશે. 


કઇ રીતે થશે સિલેક્શન  -
આ વેકેન્સી માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, કૉડિંગ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ કે કોઇ અન્ય માધ્યમથી જે બેન્ક નક્કી કરે છે, લેવામાં આવી શકે છે. લેટેસ્ટ અપડેટ અને ડિટેલમાં જાણકારીઓ મેળવવા માટે સમય સમય પર ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતાં રહો.


 


Government Job : 10, 12 અને ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીનો ગોલ્ડન ચાંસ


Government Job 2023: 10, 12 અને ગ્રેજ્યુએશન પાસ કરેલ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક ઉભી થઈ છે. આ ભરતીઓ માટેની અરજી પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ છે. જે ઉમેદવારો આ ભરતીઓ માટે અરજી ભરવા માંગે છે તેઓએ સમયસર નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં આ ખાલી જગ્યાઓ સામે આવી છે, જેના હેઠળ ઘણા બિન-શિક્ષણ પદો માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.


એપ્લિકેશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી જાણો


આ જગ્યાઓ માટે અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ માટે તમારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું એડ્રેસ છે – jnu.ac.in.


18 ફેબ્રુઆરીથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ, 2023 છે.









10મું, 12મું કે ગ્રેજ્યુએશન પાસ ઉમેદવારો જેઓ સંબંધિત ક્ષેત્રમાં ITI ડિપ્લોમા પણ ધરાવે છે તેઓ અરજી કરી શકે છે.


લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા પોસ્ટ અનુસાર બદલાય છે.


અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.


આ પદો માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષાના અનેક તબક્કા પસાર કર્યા બાદ કરવામાં આવશે.


પહેલા લેખિત કસોટી, પછી ઈન્ટરવ્યુ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફીકેશન થશે.


જે ઉમેદવારો તમામ સ્ટેજ ક્લિયર કરે છે તેમની જ પસંદગી કરવામાં આવશે.


આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.


એસસી, એસટી, ઓબીસી, મહિલા કેટેગરી અને પીડબલ્યુડી કેટેગરીએ ફી તરીકે 600 રૂપિયા ચૂકવવાના રહેશે.


આ ભરતી પ્રક્રિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ, MTS, સ્ટેનોગ્રાફર, કૂક, મેસ હેલ્પર, વર્ક આસિસ્ટન્ટ અને એન્જિનિયરિંગ એટેન્ડન્ટની જગ્યાઓ ભરવામાં આવશે.


દરેક પોસ્ટ માટે ખાલી જગ્યાઓની સંખ્યા અલગ-અલગ છે, જેના વિશે તમે નોટિસમાંથી માહિતી મેળવી શકો છો.


Education Loan Information:

Calculate Education Loan EMI