Board Exam Twice a Year: શિક્ષણ મંત્રાલયે 10 અને 12 બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા માટે સહમતિ આપી છે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અને એપ્રિલમાં આયોજિત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સ્કોરના રૂપમાં માનવામાં આવશે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વર્ષમાં બે વખત પ્રવેશ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ રીતે પરીક્ષા લેવાશે


ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ સત્ર 2025-2026 થી વર્ષમાં બે વાર લેવામાં આવશે. વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓમાં બેસવાનો વિકલ્પ આપવામાં આવશે અને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને અંતિમ સ્કોર ગણવામાં આવશે. બોર્ડની પરીક્ષા બે વખત લેવા માટે બે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. પ્રથમ ફોર્મ્યુલા JEE ની જેમ હશે જેમાં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકે છે. બીજું ફોર્મ્યુલા સેમેસ્ટરમાં એટલે કે દર છ મહિને પરીક્ષાઓ લેવાનું છે. પરંતુ હાલમાં JEEની જેમ પરીક્ષા લેવા માટે સર્વસંમતિ સધાઈ છે.


વિદ્યાર્થીઓને વધુ સારા પ્રદર્શનનો વિકલ્પ મળશે


શિક્ષણ મંત્રાલયે બોર્ડની પરીક્ષાઓને લઈને એક નવી પહેલ કરી છે. આ પહેલ હેઠળ હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે. આ પહેલથી વિદ્યાર્થીઓનો તણાવ ઓછો થશે અને તેમને વધુ સારું પ્રદર્શન કરવાની તક મળશે. તેમજ જો કોઈ વિદ્યાર્થીનું પેપર પ્રથમ પ્રયાસમાં ખરાબ જાય તો તે બીજી વખત પરીક્ષા આપી શકે છે.


વર્ષમાં બે વાર પ્રવેશ


યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ કહ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષમાં બે વખત પ્રવેશ આપવામાં આવશે. બંને સત્રોમાં પ્રવેશ CUETના આધારે થશે. બીજા સત્રમાં પ્રવેશ માટે કોઈ અલગ પરીક્ષા આપવાની રહેશે નહીં.                                                                                                                                                                 


Education Loan Information:

Calculate Education Loan EMI