NTPC Mining Recruitment 2023: જો તમે સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા હોય તો તમારા માટે એક સારો અવસર આવ્યો છે. એનટીપીસીએ બમ્પર જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે. જેના માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો સરકારી નોકરી કરવા ઇચ્છે છે, તેઓ આ નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન લિમિટેડની ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે, આ માટે આની છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે. ભરતી માટેની અરજી લિંક 19 એપ્રિલથી ખુલી ગઇ છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, આ માટે ઉમેદવારોએ NTPCની ઓફિશિયલ વેબસાઈટની વિઝીટ કરવી પડશે, જેનું એડ્રેસ છે – ntpc.co.in. અહીં કેરિયર વિભાગમાં જાઓ. ત્યાં તમને આ ભરતીઓની નૉટિફિકેશન દેખાશે, જ્યાંથી બધી વિગતો જોઈ શકાશે.


ભરવામાં આવશે આટલા પદો - 
આ ભરતી અભિયાનના માધ્યમથી કુલ 152 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં માઈનિંગ ઓવરમેન, ઓવરમેન (મેગેઝિન), મિકેનિકલ સુપરવાઈઝર સહિતની અનેક પૉસ્ટ સામેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 મે, 2023 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી દો. છેલ્લી તારીખ પછી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.


ખાલી જગ્યાઓની માહિતી - 


કુલ પદ – 152


માઇનિંગ ઓવરમેન – 84 પદ
ઓવરમેન (મેગઝીન) – 7 પદ
મિકેનિકલ સુપરવાઇઝર – 22 પદ
ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર – 20 પદ
વૉકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર – 3 પદ
માઇન સર્વે – 9 પદ
માઇનિંગ સિરદાર (બેકલૉગ વેકેન્સી) – 7 પદ


કોણ કરી શકે છે અરજી - 
આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત પૉસ્ટ અનુસાર છે. ઉદાહરણ તરીકે, ડિપ્લોમા ઇન માઇનિંગ ધરાવતા ઉમેદવારો માઇનિંગ ઓવરમેનની પૉસ્ટ માટે અરજી કરી શકે છે. આવી જ રીતે, સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા ધારકો અરજી કરી શકે છે. 12 પાસ ઉમેદવારો માઇનિંગ સિરદારની પૉસ્ટ માટે ફોર્મ ભરી શકે છે. આ પદો માટે ઉમેદવારની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગને નિયમો અનુસાર, છૂટછાટ મળશે.


કેવી રીતે થશે સિલેક્શન અને કેટલો હશે પગાર - 
પસંદગી કેટલાય તબક્કાઓની પરીક્ષા બાદ થશે, જેમ કે - લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા. માઇનિંગ સિરદારની પૉસ્ટ માટે પસંદ થવા પર, પગાર 40,000 રૂપિયા પ્રતિ માસ છે. બાકીની પૉસ્ટ માટે પગાર 50,000 રૂપિયા પ્રતિ માસ છે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI