CA Final Exam 2025: ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા સીએના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાએ હવે સીએ ફાઈનલની પરીક્ષા વર્ષમાં બે વખતને બદલે ત્રણ વખત લેવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાઓ હવેથી વર્ષમાં ત્રણ વખત - ફેબ્રુઆરી, જૂન અને ઓક્ટોબર મહિનામાં યોજાશે.

ICAI દ્વારા અગાઉ ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન કોર્સની પરીક્ષાઓ વર્ષમાં ત્રણ વખત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે સીએ ફાઇનલની પરીક્ષાઓને પણ તે જ રીતે આયોજિત કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટે વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે.

ICAI દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "વિદ્યાર્થીઓને વધુ તકો પૂરી પાડવાના ઉદ્દેશ્યથી, ICAIની ૨૬મી કાઉન્સિલે સીએ ફાઇનલ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત આયોજિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અગાઉ આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવતી હતી." હવે સીએ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન એમ ત્રણેય સ્તરો પર દર વર્ષે ત્રણ વખત પરીક્ષાઓ યોજાશે, જે વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં બેસવાની વધુ તકોનું સર્જન કરશે. ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન સ્તરની પરીક્ષાઓ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે.

આ ઉપરાંત, ICAIએ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ઓડિટમાં પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ કોર્સ માટેની મૂલ્યાંકન પરીક્ષા, જે અગાઉ વર્ષમાં બે વખત જૂન અને ડિસેમ્બરમાં લેવામાં આવતી હતી, તે હવે વર્ષમાં ત્રણ વખત - ફેબ્રુઆરી, જૂન અને ઓક્ટોબર મહિનામાં લેવામાં આવશે. આ ફેરફાર સભ્યો માટે સુલભતા અને સગવડતામાં વધારો કરશે. ICAIના આ નિર્ણયથી સીએની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની વ્યૂહરચના વધુ સારી રીતે બનાવવામાં મદદ મળશે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકશે.

ICAI (The Institute of Chartered Accountants of India) CA મે ફાઇનલ પરીક્ષા

ICAI CA મે ફાઈનલ ગ્રુપ 1 ની પરીક્ષા 2,4 અને 6 મે 2025 ના રોજ લેવામાં આવશે. જ્યારે, CA ફાઈનલ ગ્રુપ 2 ની પરીક્ષા 8,10 અને 13 મે 2025 ના રોજ લેવામાં આવશે. ICAI CA મે ફાઈનલ 2025 ની પરીક્ષા પેપર 1 થી પેપર 5 ના રોજ બપોરે 2 થી 5 સુધી નક્કી કરવામાં આવી છે. પેપર 6 બપોરે 2 થી 6 દરમિયાન લેવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI