Class 12 Result Rechecking: CBSEના 12મા ધોરણના વિદ્યાર્થીઓને 2026ના પરિણામો પછી મહત્વપૂર્ણ અને આશ્વાસન આપનારા સમાચાર મળ્યા છે. જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી અસંતુષ્ટ છે અથવા તેમની ઉત્તરવહીમાં ભૂલની શંકા છે તેઓ હવે તેમની ઉત્તરવહીઓની સમીક્ષા કરી શકે છે. CBSE એ પરિણામ પછીની પ્રક્રિયા શરૂ કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાના ગુણની સમીક્ષા કરી શકે છે અને જો જરૂરી હોય તો સુધારા કરી શકે છે. રિઝલ્ટ આવ્યાના થોડા દિવસો પછી આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને અસુવિધા ઓછી થાય અને પારદર્શિતા જળવાઈ રહે. બોર્ડે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં યોગ્ય નિર્ણય લેવાનો છે. 

CBSE એ જણાવ્યું હતું કે ભૂલો થઈ શકે છે, પરંતુ તે સુધારવામાં આવશે.

Continues below advertisement
Continues below advertisement

CBSEના કન્ટ્રોલ ઓફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે બોર્ડ સંપૂર્ણ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કાર્ય કરે છે. તેમણે જણાવ્યું હતું કે આશરે 1.25 કરોડ ઉત્તરવહીઓ તપાસવામાં આવે છે, તેથી ભૂલો થવાની શક્યતા રહે છે. જો કે, જો કોઈ ભૂલો મળી આવે છે તો તેને તાત્કાલિક સુધારવામાં આવે છે. CBSEનું માનવું છે કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સમીક્ષા કરવા અને કોઈપણ ખોટા માર્કિંગને સુધારવા માટે પૂરતી તક આપવી જોઈએ. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેવી રીતે અરજી કરવી

સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. સૌપ્રથમ CBSEની સત્તાવાર વેબસાઇટ, cbse.gov.in ની મુલાકાત લો. હોમપેજ પર મુખ્ય જાહેરાત વિભાગમાં "Post Result Services 2026" અથવા "Apply for Photocopy/Verification" લિંક પર ક્લિક કરો. તમે સીધા જ સત્તાવાર રિચેકિંગ પોર્ટલ, cbseit.in પર પણ જઈ શકો છો.

સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે

આ વખતે CBSE એ સમગ્ર પ્રક્રિયાને બે તબક્કામાં વિભાજીત કરી છે. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ તેમની રિક્વેક કરેલી ઉત્તરવહીઓની નકલ માટે અરજી કરી શકે છે. આ વિન્ડો 19 મેના રોજ ખુલશે અને 22 મે સુધી ચાલુ રહેશે. આ પછી વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલ આપવામાં આવશે, જેની તેઓ કાળજીપૂર્વક સમીક્ષા કરી શકે છે. વિદ્યાર્થીઓ માર્કિંગ સ્કીમ સામે દરેક જવાબ ચકાસી શકે છે અને તેમને મળેલી કોઈપણ ભૂલો નોંધી શકે છે.

આ પણ વાંચોઃ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર

માર્ક્સ રિવ્યૂ અને સુધારણા કરવાની છેલ્લી તક

બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ તેમના ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે અરજી કરી શકે છે. આ વિન્ડો 26 મે થી 29 મે સુધી ખુલ્લી રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને લાગે છે કે તેમની ઉત્તરવહીમાં ભૂલ છે, તો તેઓ વાંધો નોંધાવી શકે છે. CBSE એ જણાવ્યું છે કે જો નિષ્ણાતોની ટીમ દ્વારા કોઈ ભૂલની પુષ્ટી થાય છે, તો તેને તાત્કાલિક સુધારી લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓને ન્યાય આપવા અને તેમની મહેનતનું ખરેખર મૂલ્ય થાય તે સુનિશ્ચિત કરવા માટે છે. આનાથી વિદ્યાર્થીઓને રાહત તો મળશે જ, પરંતુ બોર્ડમાં તેમનો વિશ્વાસ પણ મજબૂત થશે.


Education Loan Information:

Calculate Education Loan EMI