​CBSE Board Exam Time Table 2023: જે વિદ્યાર્થીઓ 2023માં CBSE ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે તેમના માટે સારા સમાચાર છે. CBSE ટૂંક સમયમાં આગામી પરીક્ષા માટે ડેટ શીટ જાહેર કરશે. વિદ્યાર્થીઓ તેને ઓફિશિયલ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના કહેવા પ્રમાણે  CBSE 10 અને 12મી બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. જોકે, કયા દિવસે કયા વિષયની પરીક્ષા લેવાશે, તેની જાણકારી ડેટ શીટ જાહેર થયા બાદ જ જાણી શકાશે.


CBSE બોર્ડની 10 અને 12ની પરીક્ષા માટે 34 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્ર્રેશન કરાવ્યું છે. તેમાંથી લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને લગભગ 16 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટેનું સુધારેલું ટાઈમ ટેબલ અગાઉ જ જાહેર કરી દીધું છે. પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરી 2023થી શરૂ થશે. ડેટ શીટ બહાર આવ્યા બાદ બોર્ડ એડમિટ કાર્ડ આપવાનું શરૂ કરશે. 2023ની બોર્ડ પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ તૈયાર કરશે અને તેને સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર અપલોડ કરશે.


CBSE બોર્ડ દર વર્ષે પરીક્ષા શરૂ થવાના લગભગ 3 મહિના પહેલા ડેટ શીટ બહાર પાડે છે. અગાઉના રેકોર્ડને ધ્યાનમાં લેતા કહી શકાય કે બોર્ડ ટુંક સમયમાં જ ડેટ શીટ જાહેર કરી શકે છે.


આ રીતે તમે ડેટ શીટ ડાઉનલોડ કરી શકશો


ડેટ શીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો પહેલા CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જવું.


ત્યાર બાદ CBSEની મુખ્ય વેબસાઇટ પર જવું.


પછી હોમપેજ પર CBSE ધોરણ X અથવા CBSE XII ડેટ શીટ 2023 ની લિંક પર ક્લિક કરો.


CBSE ડેટ શીટ 2023 PDF ફાઇલ સ્ક્રીન પર દેખાશે.


બાદમાં CBSE તારીખ પત્રક વર્ગ 10, 12 PDF ફાઇલ ડાઉનલોડ કરો.


વિદ્યાર્થીની તારીખપત્રકની પ્રિન્ટ આઉટ લો.


WhatsApp કૉલ રેકૉર્ડિંગથી લઇને ડિલીટ મેસેજ વાંચવા સુધી, આ છે એન્ડ્રોઇડની ખુબ કામની એપ, જાણો દરેક વિશે.......


વૉટ્સએપનો ઉપયોગ અત્યારે સૌથી વધુ થઇ રહ્યો છે. આના એક અબજથી વધુ યૂઝર્સ છે, કંપની પણ પોતાના યૂઝર્સને બેસ્ટ બનાવવા માટે વધુમાં વધુ સારા ફિચર્સ અપડેટ આપી રહી છે. જોકે, કેટલીક થર્ડ પાર્ટી એપ્સ એવી છે, જે આના એક્સપીરિયન્સને વધુ મજેદાર બનાવી રહી છે. આમાં ઓટોમેટિક મેસેજ, ડિલીટ કરવામાં આવેલા મેસેજને વાંચવા, અને બીજુ ઘણુબધુ સામેલ છે. અહીં અમને તમે એવી 3 ખાસ કામની એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને કામ આવશે.......... 


WAMR (ડબલ્યૂએએમઆર) - 
WAMR એપને કેટલાક પ્રારંભિક સેટિંગની આવશ્યકતા હોય છે, પરંતુ આના સ્ટાર્ટ થયા બાદ તમે તમારા કોઇ મિત્ર, સહકર્મી કે પોતાના બૉસને એ પુછવાનુ ભૂલી જશો કે શું મેસેજ ડિલીટ કરવામાં આવ્યો હતો. આ એપ તમને ડિલીટ કરાયેલા મેસેજને વાંચવાની સુવિધા આપે છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI