સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દેશભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓનું આયોજન કરી રહ્યું છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવશે, જ્યારે 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવશે. બોર્ડ પરીક્ષાઓ રાષ્ટ્રીય તેમજ વિદેશી કેન્દ્રો પર આયોજિત થઈ રહી છે. બંને વર્ગોને જોડીને 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પેપર લીકની અફવાઓ ફેલાઈ

બંન્ને વર્ગોની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ત્યારથી સોશિયલ મીડિયા પર પેપર લીક થવાની અફવાઓ ફેલાઈ રહી છે. આ પછી સોમવારે બોર્ડ દ્વારા આવી કોઈપણ ઘટનાનો ઇનકાર કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું છે કે પેપર લીક જેવી કોઈ ઘટના બની નથી. આ અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીબીએસઈ બોર્ડ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, “બોર્ડે પરીક્ષાઓનું સુગમ અને ન્યાયી સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. બોર્ડના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો યુટ્યુબ, ફેસબુક, 'એક્સ' (અગાઉ ટ્વિટર) અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેપર લીક થવા અથવા 2025ની પરીક્ષાના પ્રશ્નપત્રોની ઍક્સેસનો દાવો કરવા અંગે અફવાઓ ફેલાવી રહ્યા છે. આ ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે બોર્ડ કાયદા એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે. આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને સીબીએસઇના નિયમો અને ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત કલમો હેઠળ પરિણામોનો સામનો કરવો પડશે. બોર્ડે કહ્યું, "CBSE પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા જાળવવા માટે ખોટી માહિતી ફેલાવવા બદલ જવાબદાર કોઈપણ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરશે."

બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને ફક્ત CBSE વેબસાઇટ (www.cbse.gov.in) અને ચકાસાયેલ જાહેર ચેનલો પર ઉપલબ્ધ સત્તાવાર સંદેશાવ્યવહાર પર વિશ્વાસ રાખવા વિનંતી કરી છે. તેમાં માતાપિતાને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને અનવેરિફાય સમાચારો પર વિશ્વાસ કરવાથી કે તેમાં સામેલ થવાથી દૂર રાખે.


Education Loan Information:

Calculate Education Loan EMI