CBSE Term 2 Exam: આજથી CBSEના ધોરણ 10મા અને 12મા ધોરણ માટે બીજા તબક્કાની બોર્ડ પરીક્ષા ઓફલાઈન શરૂ થશે. બંને ધોરણની પરીક્ષાઓ માત્ર વ્યાવસાયિક વિષય સાથે શરૂ થશે. દેશભરમાં કુલ 7412 પરીક્ષા કેન્દ્રો જ્યારે વિદેશમાં 133 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેશભરમાંથી લગભગ 34 લાખ બાળકો આ પરીક્ષાઓમાં બેસશે. દસમાની પરીક્ષા 24મી મે સુધી ચાલશે જ્યારે ધો.12ની પરીક્ષા 15મી જૂન સુધી ચાલશે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સવારે 9:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. આ પરીક્ષા સવારે 10:30 થી બપોરે 12:30 સુધી ચાલશે.
ગયા વર્ષે CBSE એ જાહેરાત કરી હતી કે વર્ષ 2022 માટે બોર્ડની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. અગાઉ પ્રથમ તબક્કાની પરીક્ષાઓ યોજાઈ ચૂકી છે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા આજથી લેવાશે. 5મી જુલાઈ 2021ના રોજ કોવિડ-19 રોગચાળાને પગલે અનિશ્ચિતતાના કારણે બોર્ડે બોર્ડની પરીક્ષાઓ બે ટર્મમાં યોજવાની જાહેરાત કરી હતી. હવે દેશમાં કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આજથી બીજી ટર્મ થિયરી પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં લેવામાં આવી રહી છે.
કોવિડ પ્રોટોકોલનું કરવું પડશે પાલન
એક તરફ જ્યાં આજથી સેકન્ડ ટર્મની પરીક્ષા શરૂ થઈ રહી છે તો બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, CBSE બોર્ડ પરીક્ષા 2022 માં હાજર રહેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રની અંદર કોવિડ પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવું પડશે.
બોર્ડના અધ્યક્ષ વિનીત જોશીએ ગઈકાલે લાઇવ વેબિનાર દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને CBSE ટર્મ 2 પરીક્ષા માર્ગદર્શિકા વિશે માહિતગાર કર્યા હતા. CBSE બોર્ડ પરીક્ષા કેન્દ્ર પર આ દિશાનિર્દેશોનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે.
આ પણ વાંચોઃ
GST Price Hike: ચોકલેટ, ગોળ, હેન્ડબેગ સહિતની 143 વસ્તુઓ થશે મોંઘી, જાણો વિગત
Fact Check: શું મોદી સરકાર બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ ? જાણો શું છે હકીકત
Education Loan Information:
Calculate Education Loan EMI