Central Bank Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) માં નોકરીઓ (Government JOB) શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમે પણ બેંકમાં કામ કરવા ઈચ્છુક છો તો તમારા માટે આ એક સારી તક છે. સેન્ટ્રલ બેંકે ફેકલ્ટી RSETI અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.  જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ સેન્ટ્રલ બેંકની અધિકૃત વેબસાઇટ, centerbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે માત્ર 2 દિવસ બાકી છે.




જે ઉમેદવારોએ હજુ સુધી આ સેન્ટ્રલ બેંકની પોસ્ટ માટે અરજી કરી નથી તેઓ 1 જુલાઈ પહેલા અરજી કરી શકે છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.


સેન્ટ્રલ બેંકમાં નોકરી મેળવવા માટે વય મર્યાદા


RSETI ફેકલ્ટી- અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 40 વર્ષની હોવી જોઈએ અને તેમનુ સ્વાસ્થ્ય સારુ હોવુ જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટ- આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.


સેન્ટ્રલ બેંકમાં કોણ અરજી કરી શકે 


RSETI ફેકલ્ટી- ઉમેદવારોએ MSW/MA in Rural Development/MA in Sociology/Mychology/B.Sc.(Agriculture) BA સાથે B.Ed ની ડિગ્રી હોવી જોઈએ.  કોમ્પ્યુટર ટીચિંગમાં પણ રસ હોવો જોઈએ. આ સિવાય ઉમેદવારોને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટ- ઉમેદવારો પાસે કમ્પ્યુટર જ્ઞાન સાથે BSW/BA/B.Com માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારોને સ્થાનિક ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ.


સેન્ટ્રલ બેંકમાં આ રીતે પસંદગી થાય છે 


સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.



સેન્ટ્રલ બેંકમાં કેવી રીતે અરજી કરવી 


સેન્ટ્રલ બેંકની આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરીને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય- જલપાઈગુડી, 4 નંબર ઘુમતી, નીલુ ભવન, પી.ઓ. અને જિલ્લો – જલપાઈગુડી, પિન- 735101 ને છેલ્લી તારીખની અંદર મોકલવાના રહેશે.  


Education Loan Information:

Calculate Education Loan EMI