જો તમે બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અંતિમ તારીખ 23 માર્ચ, 2026 છે. ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરીને અથવા આપેલી સીધી લિંકનો ઉપયોગ કરીને તેમનું અરજી ફોર્મ ભરી શકે છે.

કઈ રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે.
  • ત્યારબાદ, ઉમેદવારોએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું આવશ્યક છે.
  • ત્યારબાદ, ઉમેદવારોએ પહેલા પોતાની નોંધણી કરાવવી પડશે
  • આ પછી, ઉમેદવારોએ તેમનું અરજી ફોર્મ ભરવું આવશ્યક છે.
  • અરજી પૂર્ણ કર્યા પછી ઉમેદવારોએ તેને સબમિટ કરવું પડશે. 
  • ફોર્મ સબમિટ કર્યા પછી, ઉમેદવારોએ પુષ્ટિકરણ પેઈજ ડાઉનલોડ કરવું આવશ્યક છે.
  • અંતે, ઉમેદવારોએ પ્રિન્ટઆઉટ લેવું જરુરી છે.
  • કેટલી અને કઈ જગ્યાઓ પર ભરતી થઈ રહી છે?

આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 275 સ્પેશવિસ્ટ જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં શામેલ છે:

Continues below advertisement
Continues below advertisement

સોફ્ટવેર ડેવલપમેન્ટ (Java અને .Net)મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટડેટાબેઝ એડમિનિસ્ટ્રેશનડિજિટલ ચેનલ મેનેજમેન્ટઈન્ફોર્મેશન અને સાઈબર સિક્યોરિટી નેટવર્ક એડમિનિસ્ટ્રેશનક્લાઉડ મેનેજમેન્ટWindows અને Active Directory  એડમિનિસ્ટ્રેશનડેટા એન્જિનિયરિંગ અને ડેટા સાયન્સDevSecOpsરિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) ઓફિસરની ભૂમિકાઓજનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Gen AI)

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂનો સમાવેશ થશે. લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ તબક્કા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારોએ કોઈપણ નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજીકથી નજર રાખવી જોઈએ.

આ નોકરી માટે જરુરી શૈક્ષણિક લાયકાત

વ્યક્તિગત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, મોટાભાગના હોદ્દા માટે BE, BTech, MCA અથવા સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગ ડિગ્રી જરૂરી છે. જોકે, કેટલીક હોદ્દાઓ માટે ક્લાઉડ, નેટવર્ક અથવા સાયબર સુરક્ષામાં પ્રમાણપત્ર પણ જરૂરી છે. અનેક પદ માટેની ભરતીમાં  CA, MBA (ફાઇનાન્સ) અથવા સંબંધિત ડિગ્રી જરૂરી છે. પદના આધારે અનુભવ 1 થી 8 વર્ષ સુધીનો હોય છે.           


Education Loan Information:

Calculate Education Loan EMI