RRC Central Railway Recruitment 2022 : સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી સેલ (RRC), સેન્ટ્રલ રેલ્વે (CR) એ સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા (GDCE) દ્વારા સ્ટેનોગ્રાફર, સિનિયર કોમન ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક અને અન્ય પદ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 596 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 28 ઓક્ટોબર 2022થી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 છે.


મહત્વની તારીખ જાણો


અરજીની શરૂઆતની તારીખ: 28 ઓક્ટોબર 2022


અરજી કરવાની છેલ્લી તારીખ: 28 નવેમ્બર 2022


ખાલી જગ્યાની વિગતો જાણો


સ્ટેનોગ્રાફર - 08


સિનિયર કમ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક – 154


ગુડ્સ ગાર્ડ – 46


સ્ટેશન માસ્તર – 75


જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ – 150


જુનિયર કમ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક – 126


એકાઉન્ટ્સ ક્લાર્ક – 37


શૈક્ષણિક લાયકાત


સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ અને 50 મિનિટના ટ્રાંસ્ક્રિપ્શન સમય સાથે 10 મિનિટની મર્યાદામાં 80 શબ્દો પ્રતિ મિનિટની  શોર્ટહેંડ સ્પીડ હોવી જોઈએ. અન્ય પોસ્ટ્સ માટે, માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જોઈએ.


વય મર્યાદા જાણો


સામાન્ય શ્રેણી: 42 વર્ષ


અન્ય પછાત વર્ગો: 45 વર્ષ


અનામત શ્રેણી (SC/ST): 47 વર્ષ


કેવી રીતે થશે પસંદગી


રેલવેમાં આ જગ્યાઓ પર ભરતી માટે પસંદગી લેખિત પરીક્ષા, સ્કીલ ટેસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે. પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે અને દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણનું નેગેટિવ માર્કિંગ હશે. આ રેલ્વે ભરતી RPF/RPSF કર્મચારીઓ સિવાય મધ્ય રેલ્વેના તમામ નિયમિત રેલ્વે કર્મચારીઓ માટે છે.


Education Loan Information:

Calculate Education Loan EMI