ગાંધીનગર:  રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધૂળેટીની રજા 14 માર્ચના રોજ જાહેર થઈ હોય જેથી હોળી 13 માર્ચના દિવસે હોવાથી ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 27-02-2023થી લઈ 17-03-2023 દરમિયાન યોજાશે. આમ ધોરણ 12- સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે.  




ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  14 માર્ચે સરકારે ધુળેટીની રજા જાહેર કરી હોવાથી તારીખોમા ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં માર્ચની 13 અને 14 તારીખના પેપર લેવામાં આવશે નહીં.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ હતું કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષા-2025 નો કાર્યક્રમ તા.15-10-25 ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હતી.


ધૂળેટીની રજા તારીખ 14-03-2025 ના રોજ જાહેર થઈ હોય જેથી હોળી 13-03-2025 ના રોજ ઉજવાશે.  ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.27-02 થી 17-03 દરમિયાન યોજાશે. આમ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે. જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યએ લેવી તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI