CLAT 2024 Result Declared: કોમન લો એડમિશન ટેસ્ટ(CLAT Exam Result) નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ લો યુનિવર્સિટીના કન્સોર્ટિયમે પરિણામ જાહેર કર્યું છે. પરિણામના સ્કોર કાર્ડને એક્ઝામિનેશન ઓથોરિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કાઉન્સલિંગ અને એક્ઝામિનેશન પ્રોસેસ શરૂ થશે. ઉમેદવારો પરિણામ તપાસવા માટે અહીં આપેલા સ્ટેપને ફોલો કરી શકે છે.
કોમન લો એડમિશન ટેસ્ટ 2024 એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન 3 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દેશભરમાં સ્થાપિત પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. જે ઉમેદવારોને CLAT 2024 ફાઈનલ આન્સર કી અંગે ફરિયાદ હોય તેઓ ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ પોર્ટલ 11 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 12 વાગ્યે ખુલશે.
12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પ્રવેશ માટે અરજી કરો
આ પ્રવેશ પરીક્ષામાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. CLAT UG પરિણામ અને PG પરિણામ જાહેર થયા પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો 12મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર સુધી પ્રવેશ માટે અરજી કરી શકશે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.
આ રીતે પરિણામ તપાસો
સ્ટેપ-1: પરિણામ ચકાસવા માટે ઉમેદવારો પહેલા CLAT ની સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.in પર જાઓ.
સ્ટેપ-2: પછી ઉમેદવારોએ હોમ પેજ પર CLAT પરિણામ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ-3: હવે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબર/એડમિટ કાર્ડ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને લૉગિન કરો.
સ્ટેપ- 4: પછી ઉમેદવારની સ્ક્રીન પર CLAT 2024નું સ્કોર કાર્ડ દેખાશે.
સ્ટેપ- 5: આ પછી ઉમેદવારો પરિણામ ડાઉનલોડ કરી શકે છે.
સ્ટેપ- 6: અંતે ઉમેદવારોએ પરિણામની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.
અહી ક્લિક કરી રિઝલ્ટ જોઇ શકો છો
ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ સંસ્થામાં 100 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સત્તાવાર સાઇટ Exams.nta.ac.in પર જઈને ભરતી માટે અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. અરજી કરવા માટે ઉમેદવારો અહીં આપેલા પગલાંને અનુસરી શકે છે. અરજી કરનાર ઉમેદવારોને અરજી ફોર્મમાં સુધારો કરવાની તક મળશે. સુધારણા માટેની છેલ્લી તારીખ 22મી ડિસેમ્બરથી 25મી ડિસેમ્બર છે.
કેટલી જગ્યા ભરવામાં આવશે
આ ભરતી અભિયાન 102 ખાલી જગ્યાઓ ભરશે. જેમાંથી 50 ખાલી જગ્યાઓ જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ (JAT) ની પોસ્ટ માટે છે અને 52 જગ્યાઓ સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે છે
Education Loan Information:
Calculate Education Loan EMI