અમદાવાદ : ભારતમાં ફાયર ટેકનોલોજી અને સેફટીનાં ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પૂરુ પડતી જૂજ સંસ્થાઓ પૈકીની એક અને છેલ્લા 20 વર્ષથી કાર્યરત કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી (સીઓએફટી)માં ITI (ફાયરમેન)નો અભ્યાસક્રમમાં  પ્રવેશ ચાલુ છે. ધો. 10 અને ધો. 12 આર્ટસ/કોમર્સ પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવી ફાયર અને સેફટી ટેકનોલોજીનાં ક્ષેત્રમાં આકર્ષક કારકીર્દિ બનાવી શકે છે.


કોવિડ-૧૯ મહામારીમાં ચાલુ વર્ષે ગુજરાત સરકારે ધો – ૧૦ અને ધો – ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જાહેર કરેલ હોવાથી ITI (ફાયરમેન)માં ઉપલબ્ધ સીટોની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ વધારે છે તેથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી સીટ મેળવી લેવી હિતાવહ છે.


અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાતા સાણંદ પાસે આવેલી સીઓએફટી ભારતની એક માત્ર એવી સંસ્થા છે કે જેમાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીની B Sc. (Fire & Safety)ની ડિગ્રી પણ મળે છે. આ સંસ્થામાં ગુજરાતનાં કે ગુજરાત બહારનાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે.


સીઓએફટીમાં ધો. 10 અને ધો. 12 આર્ટસ – કોમર્સ પાસ વિદ્યાર્થીઓ માટે GCVT (ગાંધીનગર) દ્વારા માન્યતા પ્રાપ્ત ITI (ફાયરમેન)નો એક વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. સીઓએફટીનાં વિશાળ કોલેજ કેમ્પસમાં ફાયર અને સેફટીની અદ્યતન પ્રયોગશાળાઓ છે. ઉપરાંત નિયમિત ફાયર ડ્રીલ પ્રેક્ટીસ માટે સંપૂર્ણ અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ ડ્રીલ ગ્રાઉન્ડ પણ છે.


સંસ્થામાં અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા ઓડિયો-વીડિયો અને પ્રોજેક્ટર દ્વારા ફાયરનાં દરેક વિષયોનું શ્રેષ્ઠ શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ માટે કોલેજ દ્વારા વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને ઉદ્યોગો-ફેકલ્ટી-એરપોર્ટસની મુલાકાત વગેરે યોજવામાં આવે છે.


નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, એરપોર્ટસ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, પોર્ટસ, ઓએનજીસી, ઓઈલ અને ગેસ ઉદ્યોગ, કેમિકલ કંપની, બાંધકામ ક્ષેત્ર, હોસ્પિટલ્સ, સિનેમા, મોલ્સ તેમજ દરેક નાના મોટા ઔદ્યોગિક એકમોમાં ફાયરમેન તરીકે નોકરી મેળવી ઉત્તમ કારકીર્દિની સોનેરી તક સીઓએફટીમાં ઉપલબ્ધ છે.


ફાયર અને સેફટીનાં ક્ષેત્રમાં સો ટકા પ્લેસમેન્ટનો રેકોર્ડ ધરાવતી આ સંસ્થાની વધુ વિગતો તેની વેબસાઈટ www.collegeoffiretechnology.com પર ઉપલબ્ધ છે.


કોલેજ સરનામું :


૮૬, ગામ - ખોડા, સાણંદ -વિરમગામ હાઈવે, તાલુકો-સાણંદ, જીલ્લો - અમદાવાદ.


સંપર્ક :  ૯૪૨૮૭ ૩૫૦૩૪,+91 6354-298008


Education Loan Information:

Calculate Education Loan EMI