CSIR UGC NET 2023 Final Answer Key Released:  નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CSIR NET પરીક્ષા 2023ની ફાઇનલ આન્સર કી રિલીઝ કરી છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. NTN એ ડિસેમ્બર 2022 અને જૂન 2023 માટે ફાઇનલ આન્સર કી રીલિઝ કરી છે જેને જોવા માટે  ઉમેદવારોએ CSIR UGC NETની સત્તાવાર વેબસાઇટ csirnet.nta.nic.in.ની મુલાકાત લેવી પડશે.


આ તારીખે પ્રોવિઝનલ આન્સર કી કરાઇ હતી જાહેર


નોંધનીય છે કે જોઈન્ટ CSIR – UGC NET ડિસેમ્બર 2022 અને જૂન 2023 ની પ્રોવિઝનલ આન્સર કી 14મી જૂને રિલીઝ કરવામાં આવી હતી. આ અંગે 16 જૂન સુધી વાંધા માંગવામાં આવ્યા હતા અને ઓબ્જેક્શન પર વિચારણા કર્યા બાદ ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે.


ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ હવે ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે. નવા અપડેટ્સ માટે ઉમેદવારોની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખે.


આ સરળ સ્ટેપથી આન્સર કી કરો ડાઉનલોડ


-આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે csirnet.nta.nic.in પર જાવ.


-અહીં હોમપેજ પર ‘Post challenge Answer Key – Joint CSIR-UGC NET December 2022-June 2023' લખ્યું હોય તેવી લિંક પર ક્લિક કરો.


-આમ કરવાથી ફરી એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમારે તમારા લૉગિન ક્રેડેશિયલ્સ દાખલ કરવા પડશે.


-લોગિન ડિટેઇલ્સ દાખલ કરો અને સબમિટ કરો. આમ કરવાથી તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર ફાઇનલ આન્સર કી જોવા મળશે.


-અહીથી તેને ચેક કરો, ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો.


-આ હાર્ડકોપી ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થઈ શકે છે.


પરીક્ષા સંબંધિત અપડેટ્સ જેવી પરિણામો વિશેની માહિતી મેળવવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો. અહીંથી તમને તમામ માહિતી મળી જશે.                                                                         


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial


Education Loan Information:

Calculate Education Loan EMI