CUET PG 2023 Registration: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) CUET PG 2023 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરશે. જે ઉમેદવારો 2023 માં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) પ્રોગ્રામ્સ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) માટે અરજી કરવા માગે છે. તેઓ વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને તેમનું અરજીપત્રક સબમિટ કરી શકશે. ઉમેદવારો પરીક્ષામાં હાજર થવા માટે અહીં જણાવેલ સ્ટેપ્સને ફોલો કરી શકે છે.
UGC ચેરમેન એમ જગદેશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે CUET PG માટે રજીસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થશે અને 19 એપ્રિલ સુધી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ પરીક્ષાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. અગાઉ UGC અધ્યક્ષે જાહેરાત કરી હતી કે CUET PG 2023ની પરીક્ષા 1 જૂનથી 10 જૂન, 2023 દરમિયાન લેવામાં આવશે. જેનાં પરિણામો જુલાઈમાં જાહેર થવાની ધારણા છે. આ વર્ષે CUET PG 2023ની પરીક્ષામાં 42 યુનિવર્સિટીઓ ભાગ લેશે. જેમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ, રાજ્ય યુનિવર્સિટીઓ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ છે.
તમે આ રીતે કરો અરજી
સ્ટેપ 1- સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ - cuet.nta.nic.in ની મુલાકાત લો
સ્ટેપ 2- પછી હોમપેજ પર CUET નોંધણી લિંક પર ક્લિક કરો
સ્ટેપ 3- પછી ઉમેદવારોએ તેમનું નામ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર દાખલ કરો
સ્ટેપ 4- હવે ઉમેદવાર એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો
સ્ટેપ 5- ત્યારબાદ ઉમેદવારે અરજી ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
સ્ટેપ 6- પછી ઉમેદવાર ફોર્મ સેવ કરે
સ્ટેપ 7- તે પછી એપ્લિકેશન ફી ચૂકવો
સ્ટેપ 8- પછી ઉમેદવાર ફોર્મ સબમિટ કરો
સ્ટેપ 9- હવે ઉમેદવાર ફોર્મ ડાઉનલોડ કરો
સ્ટેપ 10- છેલ્લે ઉમેદવાર ફોર્મની પ્રિન્ટ આઉટ લો
Education Loan Information:
Calculate Education Loan EMI