CUET UG Exam: યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનના ચેરમેને નિર્ણય લીધો છે કે, હવેથી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ (CUET UG) બેને બદલે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. અગાઉ યુજીસીએ ગયા વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે, તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષા દ્વારા હાથ ધરવામાં આવશે.
યુજીસીના અધ્યક્ષ એમ. જગદેશ કુમારે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ હવે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. તેમજ JEE અને NEET જેવી મહત્વની પ્રવેશ પરીક્ષાઓ સાથે તેને મર્જ કરવાની યોજના ઓછામાં ઓછા બે વર્ષ અગાઉ જાહેર કરવામાં આવશે. યુજીસીના અધ્યક્ષે માહિતી આપી હતી કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ બાબત સુનિશ્ચિત કરવા માટે સજ્જ છે કે, CUET-UGની બીજી આવૃત્તિ ભૂલ-મુક્ત છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગત વખતે પરીક્ષા દરમિયાન ઘણી ખામીઓ સામે આવી હતી, પરંતુ આ વર્ષે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. વિદ્યાર્થીઓના અનુભવને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમે ખાતરી આપવા માટે તૈયાર છીએ કે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ નહીં થાય. વિદ્યાર્થીઓએ માત્ર તેમની પરીક્ષાની જ ચિંતા કરવી.
13 ભાષાઓમાં લેવામાં આવશે પરીક્ષા
આ વખતે અંડર ગ્રેજ્યુએટ યુનિવર્સિટી ટેસ્ટ 21 થી 31 મે 2023 દરમિયાન લેવામાં આવશે. CUET UG 13 ભાષાઓમાં હાથ ધરવામાં આવશે. જેમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુનો સમાવેશ થાય. NTAએ દેશમાં લગભગ 1,000 પરીક્ષા કેન્દ્રોની ઓળખ કરી છે, જેમાંથી દરરોજ 450-500 પરીક્ષા કેન્દ્રોનો પરીક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે.
આ રીતે અરજી કરો
CUET UGની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાઓ.
હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી, તેને ડાઉનલોડ કરો.
અંતે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI