Class 12 Science Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦ર૩માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (Needs Improvement) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી તૈયાર કરી શાળાઓને માર્ચ-૨૦૨૩ના પરીક્ષાના પરિણામ સાથે શાળાઓને મોકલવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયની પરીક્ષામાં નાપાસ કે ગેરહાજર છે અને પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા પરીક્ષાર્થીઓ વર્ષ-૨૦૨૩ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.


આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscscipurakreg.gseb.org પરથી Onlineકરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. શાળાઓને મોકલેલ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોય તેવા વિદ્યાર્થીઓની યાદી ફકત શાળાની જાણ માટે છે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.


પરીક્ષા માટેનું આવેદન તા.૨૬/૦૫/૨૦૨૩ બપોરના ૧૨:૦૦ કલાકથી તા.૦૫/૦૬/૨૦૨૩ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.


ખાસ નોંધ



  1. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા- ૨૦૨૩ માટે ઓનલાઇન આવેદન (રજીસ્‍ટ્રેશન) કરવું ફરજીયાત છે. વિદ્યાર્થીના સીટ નંબરની સામે ટીકમાર્ક કરી રજીસ્ટ્રેશન ન કરેલ હોય તેવા કિસ્સામાં કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે નહી.

  2. ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.


Education Loan Information:

Calculate Education Loan EMI