Job Oppurtunity In AI Field: ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. વિશ્વવ્યાપી AI સતત તેની પહોંચને વિસ્તૃત કરી રહ્યું છે. વાસ્તવમાં, AIએ મનુષ્યનું કામ સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે જ તેને મનુષ્યો માટે ખતરો પણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આવનારા દિવસોમાં લાખો લોકો નોકરી ગુમાવી શકે છે. હાલમાં, AI એ કામ કરતી જોવા મળશે જે માણસો સરળતાથી કરી રહ્યા છે, પરંતુ બીજીતરફ AIના સમર્થકોનું કહેવું છે કે તેનાથી મનુષ્યો માટે તકો વધશે. AIના ક્ષેત્રમાં લોકોને નોકરીની નવી તકો મળશે.


AI ફિલ્ડમાં જૉબના ઓપ્શન શું-શું છે ? 
જો કે, આજે આપણે AI ક્ષેત્રમાં નોકરીના વિકલ્પો જોઈશું. આવનારા દિવસોમાં AI ક્ષેત્રમાં મનુષ્યો માટે નોકરીની કઈ તકો ઊભી થશે તે આપણે જાણીશું. વાસ્તવમાં, AI માં B.Sc પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ પાસે વીડિઓ ગેમ પ્રૉગ્રામર, ડેટા વિશ્લેષક, મશીન લર્નિંગ એન્જિનિયર અને સૉફ્ટવેર એન્જિનિયર જેવા કારકિર્દીના ઘણા વિકલ્પો છે. બીસીએ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ 3 વર્ષનો યુજી કૉર્સ છે. આ કૉર્સમાં વિદ્યાર્થીઓને AI પ્રૉગ્રામ ડિઝાઇન કરવાનું શીખવવામાં આવે છે.


આ ક્ષેત્રોમાં નોકરીની તકો - 
આ સિવાય, AI કૉર્સ પૂરા કરનારા વિદ્યાર્થીઓ સૉફ્ટવેર વિશ્લેષકો અને ડેવલપર્સ, અલ્ગૉરિધમ નિષ્ણાતો, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ અને સંશોધન વૈજ્ઞાનિકો તરીકે કારકિર્દી બનાવી શકે છે. IIT હૈદરાબાદ આ પ્રકારનો અંડરગ્રેજ્યૂએટ કૉર્સ કરવાની તક પૂરી પાડે છે. તેની સરેરાશ ફી 2 લાખ રૂપિયાની આસપાસ છે.


ઉપરાંત, AI નો ઉપયોગ તમામ ઉદ્યોગો/વ્યવસાયિક પ્રક્રિયાઓ જેમ કે ફાઇનાન્સ, બેંકિંગ, ઓટોમોબાઇલ, એવિએશન, મેડિકલ વગેરેમાં થાય છે. આ રીતે આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં નોકરીની નવી તકો ઉભી થશે.


આ પણ વાંચો


AI આપણા રોજિંદા કામોને કઇ રીતે બનાવી રહ્યું છે સરળ, ખબર જ નથી પડતી


                                                                                                                                                                                 


Education Loan Information:

Calculate Education Loan EMI