Banks Exams 2023: ન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન (IBPS) એ વર્ષ 2023 માટે બેંક પરીક્ષાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો જાણી શકે છે કે આ વર્ષની મોટી પરીક્ષાઓ (IBPS પરીક્ષા કેલેન્ડર 2023) જેવી કે CRP, Clerk, PO અને  RRB માટેની SPL પરીક્ષાઓ કઈ તારીખે લેવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા કેલેન્ડર તપાસવા માટે IBPSની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. જેનું સરનામું છે – ibps.in.


મહત્વપૂર્ણ પરીક્ષા તારીખો જાણો


કેલેન્ડરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, RRB ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ Iની પ્રારંભિક પરીક્ષા 5, 6, 12, 13 અને 19 ઓગસ્ટ 2023ના રોજ લેવામાં આવશે.


ઓફિસર સ્કેલ II અને III માટે સિંગલ શિફ્ટ પરીક્ષા 10 સપ્ટેમ્બર 2023 ના રોજ લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા 10 સપ્ટેમ્બર 2023ના રોજ લેવામાં આવશે.


ક્લાર્કની પોસ્ટ માટેની પૂર્વ પરીક્ષા 26, 27 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બર 2023ના રોજ લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા 07 ઓક્ટોબર 2023ના રોજ લેવામાં આવશે.


POની પોસ્ટ માટેની પૂર્વ પરીક્ષા 23 અને 30 સપ્ટેમ્બર 2023 અને 01 ઓક્ટોબર 2023ના રોજ લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા 05 નવેમ્બર 2023ના રોજ લેવામાં આવશે.


સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટેની પ્રારંભિક પરીક્ષા 30 અને 31 ડિસેમ્બર 2023ના રોજ અને મુખ્ય પરીક્ષા 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.


અન્ય મહત્વપૂર્ણ વિગતો


આ તમામ પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન માત્ર ઓનલાઈન જ થશે. કેટલીક પરીક્ષાઓ માટે માત્ર એક જ નોંધણીની જરૂર પડશે જેનો ઉપયોગ પૂર્વ અને મુખ્ય બંને માટે કરવામાં આવશે. જ્યારે કેટલીક પરીક્ષાઓ માટે અલગથી અરજી કરવાની રહેશે. આ અંગેની વિગતો IBPSની વેબસાઈટ પર થોડા સમયમાં ઉપલબ્ધ થશે.


પરીક્ષાનું કેલેન્ડર જોવા માટે તમે ઉપર દર્શાવેલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. અથવા તમે ટેન્ટેટિવ ​​પરીક્ષા કેલેન્ડર જોવા માટે આ સીધી લિંક પર ક્લિક પણ કરી શકો છો.


Bank Job Recruitment 2022: પંજાબ નેશનલ બેન્કમાં અનેક પદો પર ભરતીની કરાઇ જાહેરાત, 78 હજાર રૂપિયા સુધી મળશે પગાર


બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. પંજાબ નેશનલ બેંકે વિવિધ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (SO) ની કુલ 145 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. PNB SO ભરતીમાં લાયક ઉમેદવારોની પસંદગી માટે PNB ની ઓનલાઈન પરીક્ષા 12 જૂને યોજાવાની છે. PNBની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 મે 2022 સુધી યથાવત રહેશે.પંજાબ નેશનલ બેંકમાં કુલ 145 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાંથી મેનેજર (રિસ્ક)ની 40 જગ્યાઓ, મેનેજર (ક્રેડિટ)ની 100 અને સિનિયર મેનેજર (ટ્રેઝરી)ની પાંચ જગ્યાઓનો સમાવેશ થાય છે.


Education Loan Information:

Calculate Education Loan EMI